આયોજન:SP યુનિ.ના પદવીદાનમાં 120ને ગોલ્ડ મેડલ અપાશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી 26 ડિસેમ્બરે સમારોહ યોજાશે

વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીનો 64 મો પદવીદાન સમારોહ આગામી 26મી ડિસેમ્બર, રવિવારે સવારે 11 કલાકે હ્યુમીનીટીઝ બિલ્ડીંગ ખાતે યોજાશે. જેમાં 120 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાશે. આ પ્રસંગે મહેમાનપદેથી આઈસીસીઆરના અધ્યક્ષ ડો. વિનય સહસ્ત્રબુદ્વે હાજર રહીને દિક્ષાંત પ્રવચન આપશે. આ ઉપરાંત, ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત, તથા શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, રાજયકક્ષાના મંત્રી કુબેરભાઇ ડિંડોર હાજર રહેશે. પદવીદાન સમારંભમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ જે 120 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરાશે.

જ્યારે 11 વિવિધ ફેકલ્ટીઓ અંતર્ગત 15073 વિદ્યાર્થીઓને ડિગ્રી અપાશે. જેમાં વિનયન વિદ્યાશાખામાં 3602 ડિગ્રી, વિજ્ઞાન વિદ્યાશાખામાં 5219, એન્જિનીયરીંગ એન્ડ ટેકનોલોજિમાં 141, વાણિજયમાં 2840, મેનેજમેન્ટમાં 523, લૉમાં 740, શિક્ષણશાસ્ત્રમાં 1188, ગૃહવિજ્ઞાનમાં 162, હોમિયોપેથિમાં 205 તથા મેડીકલ વિદ્યાશાખામાં 450 ડિગ્રીઓ એનાયત કરાશે. નોંધનીય છે કે, આજદિન સુધીમાં યુનિવર્સિટીમાં કુલ 3,40,601 વિદ્યાર્થીઓએ ડિગ્રી પ્રાપ્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...