તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રક્તદાન:આણંદમાં ભાજપ યુવા મોરચા દ્વારા 11મો રક્તદાન કેમ્પ યોજાયો, અત્યારસુધી 400થી વધુ યુનિટ રક્ત એકત્ર કરાયું

આણંદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વેક્સિનેશન થતાં રક્તની અછત ન સર્જાય તે હેતુથી કેમ્પનું આયોજન કરાયું
 • કોવિડ ગાઈડલાઈનનો ભંગ ન થાય તે માટે જુદી જુદી 21જગ્યાએ આયોજન કરાયુ

કોરોના મહામારી દરમિયાન બ્લડ બેંકમાં રક્તની ખુબ જ જરુર પડી રહી છે. તેમજ હાલમાં કોરોના વેક્સિનેશન શરુ થતા વેક્સિનેશન મુકાવનારા રક્તદાતાઓ એક માસ સુધી રક્તદાન કરી શકશે નહી. જેને લઈને વિવિધ બ્લડ બેંકોમાં રક્તની અછત સર્જાવાની શક્યતા છે. આ બાબતે તકેદારી અને આકસ્મિક જરૂરીયાતના સમયે રક્ત ઉપયોગમાં લઇ શકાય તે માટે આણંદ યુવા મોરચા દ્વારા 27 એપ્રિલથી નવ મે દરમ્યાન 21 રક્તદાન કેમ્પની અભિયાન ચાલી રહ્યુ છે.

આણંદ જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ જગત પટેલના નેતૃત્વમાં ચાલી રહેલ રકતદાન અભિયાન અંતર્ગત આજે એડી ગોરવાલા બ્લડબેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ રક્તદાન કેમ્પમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા જાગૃત યુવાજનોએ 60થી વધુ યુનિટ રક્તદાન કર્યું હતું.

આ અંગે જગત પટેલે કહ્યું હતું કે, હાલમાં કોરોના મહામારી દરમિયાન તેમજ વેક્સિન મુકાવાને કારણે રક્તદાન ઓછું થઈ રહ્યું છે. જેને લઈને હોસ્પિટલોમાં થેલેસીમીયાના દર્દીઓ અને સગર્ભા મહિલાઓ માટે સમયાંતરે રક્તની જરુરીયાત ઉભી થાય છે. આવા સંજોગોમાં આગામી દિવસોમાં રક્તની અછત સર્જાય નહી અને રક્તના અભાવે કોઈને જીવ ગુમાવવો પડે નહી તે માટે આજે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કોવિડ ગાઈડલાઈનનો ભંગ ન થાય તે અંતે જુદી જુદી 21 જગાએ આ કેમ્પનું આયોજન કરીએ છીએ. હાલ 11 કેમ્પમાં 400થી વધુ યુનિટ રક્ત એકત્ર થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો