મગરોની વસ્તી ગણતરી:ચરોતરના તળાવોમાં 8 વર્ષમાં મગરની સંખ્યામાં 118 % વધારો

આણંદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2013માં 99ની સામે 2021માં 216 મગર : જાન્યુઆરીમાં 3 દિવસ ગણતરી હાથ ધરાશે

ચરોતરના અંદાજિત વીસથી વધુ ગામોમાં આગામી જાન્યુઆરી માસમાં મગરોની વસ્તી ગણતરી કરવામાં આવશે. જોકે, ગણતરી કરવામાં આવે તે પહેલાં જ છેલ્લાં સાત વર્ષોમાં મગરોની સંખ્યામાં 118 ટકાનો વધારો થયો છે. સમગ્ર ગુજરાતમાં વડોદરા પછી સૌથી વધુ મગર ચરોતરમાં છે.

આ અંગે વાત કરતા નેચર ક્લબના અનિરૂદ્ધસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, ચરોતરમાં વસતા મગરો માટે વિદ્યાનગર નેચર કલબ દ્વારા વર્ષ 2012માં તેમના સંરક્ષણ માટે એક પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. તેમાં તેમની વસ્તી ગણતરી, તેમના રહેઠાણ, તેમની બખોલ, ઈંડા, લોકો સાથેનું તેમનું સહજીવન વગેરે પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. ત્યારબાદ વર્ષ 2013થી આખા ભારતમાંથી અને વિદેશથી વિવિધ ક્ષેત્રના લોકોને ચરોતર ક્રોકોડાઇલ કાઉન્ટ કાર્યક્રમ હેઠળ આમંત્રિત કરવામાં આવે છે. જેમાં ત્રણ દિવસ ચરોતરમાં જે ગામોમાં મગરોનો વસવાટ છે તેવી જગ્યાએ ફરી આમંત્રિત લોકો તેમની ગણતરી કરે છે.

આણંદ અને ખેડા જિલ્લાના અંદાજિત 20થી વધુ ગામના તળાવમાં મગરો વસવાટ કરે છે. વર્ષ 2021માં કોરોનાના કારણે આ કાર્યક્રમ ફક્ત વિદ્યાનગર નેચર ક્લબના 30 સ્વયંસેવકો દ્વારા કરાયો હતો. પણ જાન્યુઆરી 2020ની 7, 8 અને 9મીએ ભારતના કેરલ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી અંદાજિત 70થી વધુ સ્વયંસેવકો ડે બાસ્કીંગ કાઉન્ટ પદ્ધતિથી મગરની ગણતરી કરશે.

ગણતરી તેના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે હોય છે
ચરોતરમાં મગર અને તેના ભીના વસાહતોના સંરક્ષણના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. હાલમાં તેની ગણતરી ડે બાસ્કીંગ કાઉન્ટીંગ એટલે કે દિવસ દરમિયાન કરાતી હોય છે. સામાન્ય રીતે શિયાળામા મગર બહાર આવતા હોય છે ત્યારે ટીમ દ્વારા તેની ગણતરી કરાતી હોય છે. જોકે, ગણતરી દરમિયાન, દૃશ્યતા, વેટલેન્ડનું કદ, વનસ્પતિની હાજરી, નિરીક્ષકનો અનુભવ, માછીમારી પણ મગરની ગણતરીને અસર કરતી હોય છે. એટલે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે મગરની સંખ્યામાં ચોંકાવનારો વધારો આ બાબતને અસર કરે તેમ બને.

10 ફૂટ કરતાં વધુ મોટા 29 મગરો
ગામડાઓમાં આવેલા તળાવમાં હાથ ધરાયેલી ગણતરીમાં 9 ફૂટ કરતાં વધુ મોટા 29 મગરો મળી આવ્યા છે. આ ઉપરાંત, સાતથી આઠ ફૂટ મોટા 54, ત્રણથી ચાર ફૂટ મોટા 16 અને અન્ય 32 જેટલાં મગર મળી આવ્યા છે.

2021માં ગામ દીઠ મગરની સંખ્યા

ગામમાંસંખ્યા
ભડકદ1
ડભોઉ8
ડાલી1
દેવા88
દેવાતજ1
હેરંજ27
ખાંધલી1
લવાલ3
મલાતજ21
મરાલા-નગરામા3
નવાગામ3
પેટલી14
પીજ4
સોજિત્રા6
ત્રાજ24
ત્રણજા-કઠોડા1
વસો9
કુલ216
અન્ય સમાચારો પણ છે...