રેશનકાર્ડ પર જરૂરિયાતમંદોને આપવામાં આવતું અનાજ સુખી સમૃધ્ધ લોકો પણ લઇ જતા હોવાની બદીને ડામવા પુરવઠા તંત્રે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત આરટીઓ પાસેથી કાર ધરાવતા વાહનમાલિકોની યાદી મગાવી ખરાઇ કરતા ખંભાત તાલુકામાં આવા 116 રેશનકાર્ડને શોધી કાઢ્યા છે. સમગ્ર જિલ્લામાં આવા લોકો સામે કાર્યવાહી હાથ ધરવાની પણ તૈયારીઓ આરંભી દીધી છે. પ્રાપ્ત વિગતો મુજબ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજના (એન.એફ.એસ) હેઠળ રેશનકાર્ડ ધરાવતા પરિવારોને તાજેતરમાં 25 કિલો અનાજ આપવામાં આવ્યું હતું.
પરંતુ કેટલાક પરિવારો સુખી સમૃધ્ધ હોવાછતાં આ યોજનાનો લાભ લેતા હોવાની ચોંકાવનારી વિગતો તંત્રના ધ્યાને આવતા આર.ટી.ઓ ની મદદથી પ્રથમ તબક્કામાં કાર ધરાવતા લોકોની યાદી મગાવવામાં આવી હતી. ખંભાતમાં આવા 243 જેટલા રેશનકાર્ડ ધારકોને ઓળખી કાઢવામાં આવ્યા હતા જેમાંથી 116 જેટલા કાર્ડધારકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર ના હોવા છતાં તેમણે અનાજ લીધું હોવાનું ધ્યાન પર આવ્યું હતુ.ં
આથી પુરવઠા વિભાગે નોટીસ ફટકારી ત્રણ દિવસમાં રેશન કાર્ડમાં કેટેગરી રદ્ કરી નોન અેનઅેફઅેસઅેમાં તબદીલ કરવાની કામગીરી હાથ ધરી છે. આણંદ જિલ્લા પુરવઠા વિભાગના સુત્રોઅે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ ક્લયાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ આપવામાં આવતું હોય છે. પરંતુ કેટલા રેશનકાર્ડ ધારકો ચાર પૈડા વાળા વાહનો ધરાવતાં હોવા છતાં મફતનું સરકારી અનાજ દુકાનોમાંથી મેળવી લેતાં હોય છે.
જેના લીધે ગરીબોને અનાજ નહી મળતું હોવાની બુમો ઉઠવા પામી છે. જેના ભાગરૂપે પુરવઠા વિભાગે અેક્શન પ્લાન તૈયાર કરી આણંદ જિલ્લા આરટીઆે વિભાગ પાસે ચાર પૈડા વાળા વાહનન માલિકોની યાદી મંગાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.