તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્તદાન:લાંભવેલમાં એક જ દિવસમાં 111 યુિનટ રક્ત એકત્રિત કરાયું

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ કેમ્પમાં શતકવીર રક્તદાતા પણ હાજર રહ્યા હતા

આણંદ સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે સ્થાપેલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદીના તેમજ તાબાના આણંદ નગર મધ્યે શ્રીજી મહારાજની પ્રસાદીભૂત શ્રી રોકડિયા હનુમાનજી મંદિરના મહંત પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી સત્સંગ ભૂષણ દાસજીના શુભ સંકલ્પ તથા વડતાલ ગાદી પિઠાધિશ્વર પ.પૂ. ધ.ધૂ. 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજશ્રીના આશિર્વાદથી તથા મંદિરની બાજુમાં આવેલ આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીના ચેરમેન બિપીનચંદ્ર પટેલ તથા પીપલ્સ મેડિકેર સોસાયટીના સીઇઓ ડો. પાર્થભાઇ પટેલના સહકારથી શ્રી રોકડિયા હનુમાનજીના મંદિરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મંદિરના વહીવટકર્તા હરિકૃષ્ણભાઇ પટેલના જણાવ્યા અનુસાર સવારે 9.00 કલાકે દિપ પ્રાગટ્ય કરી રક્તદાન કેમ્પની શરૂઆત થઇ. આ નિમિત્તે મંદિરના મહંત પ.પૂ. શાસ્ત્રી સ્વામી સત્સંગભૂષણદાસજી, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન હેમંતભાઇ પટેલ વા. ચેરમેન આણંદ રેડક્રોસ સોસાયટી દેવેન્દ્રભાઇ પટેલ, ટ્રસ્ટી ઉમેશભાઈ સેલત તથા આણંદ નગરપાલિકાના પ્રમુખ વતી વનીષભાઇ પટેલ તથા પી.એમ. પટેલ કોલેજીસ એન્ડ ઇન્સ્ટીટ્યૂટના પ્રોફેસર મિત્રોએ હાજર રહી પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. રેડક્રોસ સોસાયટીના કેમ્પ કોઓર્ડિનેટર નિરવભાઈ પટેલે કેમ્પનું મેનેજમેન્ટ કર્યુ હતું.

આ કેમ્પમાં શતકવીર રક્તદાતા જગદીશભાઈ હરીયાણી ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં 111 જેટલી રક્તની બોટલો એકત્ર થઈ હતી. રક્તદાન કેમ્પની પૂર્ણાહૂતિ સાંજે 7 કલાકે કરવામાં આવી હતી. જોકે, એક જ દિવસમાં મોટી સંખ્યામાં રક્ત એકઠું થતાં સંચાલકોએ કેમ્પમાં હાજર લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...