ભેળસેળ:પનીર, મીઠાઇ, દૂધ સહિતના 11 નમૂના ચકાસણી માટે મોકલાયા

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી પૂર્વે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા

દિવાળીના તહેવાર પૂર્વે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મિઠાઇ, ફરસાણ, બેસન, ઘી, તેલ, રો-મટેરીયલ્સ વિગેરેનું ઉત્પાદન તેમજ વેચાણ કરતા યુનીટો, મિઠાઇ-ફરસાણની દુકાનો સહિત કુલ 20થી વધુ એકમોમાં ટીમોએ તપાસ કરી 11 જેટલા નમુના શંકાસ્પદ હોવાનુ જણાઈ આવતા લેબોરેટરીમાં પૃથકરણ માટે મોકલી આપ્યા છે.જેનો રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.આણંદ સહિત જિલ્લામાં દિવાળી તહેવાર પર્વે મીઠાઈ, નમકીન,ફરસાણનું વેચાણ કરતા દુકાનોમાં ભેળસેળયુકત ખાદ્ય ખોરાક વેચાણ થતો હોવાની ફરિયાદો ઉઠી છે.

ત્યારે ભેળસેળ યુકત ખોરાકનું વેચાણ થતુ અટકાવવાના ભાગરૂપે શનિવારે આણંદ, કરમસદ, વિધાનગર, મોગર, અડાસ,ઉમરેઠ તેમજ પેટલાદ,ખંભાત સહિત જીલ્લામાંથી ટીમો બનાવી દરોડા પાડવામાં આવ્યા હતા.જેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં પણ ચેકીંગની કામગીરી હાથ ધરવામા આવી હતી.

5 મેન્યુફેક્ચરીંગ યુનિટો ઉપર તપાસ કરવામાં આવી હતી.તેમજ કુલ 20થી વધુ એકમોમાં 40 જેટલા વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓના નમુના ચેકીંગ કરવામાં આવતા 11 જેટલા નમુના શંકાસ્પદ હોવાનુ જણાઈ આવતા નમુના લઈને કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...