તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ઉમરેઠ પંથકના 109 ગામડાને શુધ્ધ પાણી મળશે

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરફેસ શોર્સ આધારીત અહીમા મહી નદીમાંથી સુરેલી સુધી પાણી લાવવામાં આવશે

મહીસાગર નદી તટ કિનારે આવેલા ઉમરેઠ પંથકમાં ભુર્ગભ બોરકુવા થકી પાણી દુષિત આવતું હોવાથી તંત્રએ સર્વે કરી રાજય સરકારને રીપોર્ટ મોકલ્યા હતા.ત્યારે સરકારે પાણી પુરવઠા યોજના હેઠળ મંજુરી મળવાથી સરફેસ શોર્સ આધારીત અહીમા મહી નદીમાંથી સુરેલી સુધી પાણી લાવવામાં આવશે. ત્યારબાદ સુરેલીમાં ફિલ્ટરરેશન પ્લાન્ટ બનાવીને પંથકના કુલ 109 ઉપરાંતના ગામડાઓને શુધ્ધ પીવાનું પાણી પુરૂ પાડવાનું આયોજન થઈ રહ્યુ છે.જો કે હાલમાં યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાથી 30 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ ગઇ છે.

જે કામગીરી દોઢ વર્ષ સુધીમાં પુર્ણ થતાની સાથે ઉમરેઠ પંથકના 2.21 લાખ ઉપરાંત જનતાને દુષિત પાણી પીવાને બદલે ફિલ્ટરરેશન ચોખ્ખુ પાણી પીવાનું મળશે.જેનાથી માનવ શરીરમાં બિમારીઓનું પ઼માણમાં ધટાડો થવા પામશે.આણંદ જિલ્લા પાણી પુરવઠા વિભાગે જણાવેલ કે ઉમરેઠ પાણી પુરવઠા યોજનાના હેઠળ શુધ્ધ પાણી પુરૂ પાડવા માટે રાજય સરકારને રજૂઆત કરવામાં આવી હતી.જેમાં સરકારે મંજૂરી આપવામાં આવતા 8972.88 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાથી અહીમાં ગામ પાસે આવેલ સૌ પ્રથમ ઇન્ટેક વેલ બનાવીને સરફેસ શોર્સ આધારીત મહિસાગર નદીમાંથી પાણી લાવવા માટે પાઇપ લાઇનો નાંખવામાં આવી રહી છે.

ત્યારબાદ સૌ પ્રથમ આણંદ ગોધરા રેલ્વે લાઇન ઉત્તરે આવેલા ઉમરેઠ શહેર સહિત 19 ગામડા સહિત 26 પરા મળી કુલ 45 ગામડાઓમાં પીવાનું પાણી પુરૂ પાડવા આવશે.બીજી તરફ દક્ષિણ ઝોન પંથકમાં આવેલ ગામડાઓમાં અહીમા પાસેથી મહીસાગર નદીમાંથી પાણી લાવવા માટે સરફેસ સોર્સ આધારિત ઈન્ટેકવેલ બનાવવામાં આવી રહેલ છે.જેનું 30 ટકા જેટલી કામગીરી પુર્ણ થઈ ગઈ છે.જેના થકી આણંદ ગોધરા રેલ્વે લાઈન પાસેથી પસાર થતાં કુલ 64 ગામડાઓમાં સુરેલી ફિલ્ટરરેશન પ્લાન્ટમાંથી શુદ્ધ પાણી વિતરણ કરવામાં આવશે.

આમ વર્ષો બાદ પુરવઠા યોજના હેઠળ 2 લાખ 21 હજાર ઉપરાંત નગરજનોને દુષિત પાણી પીવાને બદલે શુદ્ધ પાણી પીવાનું મળશે.જો કે હાલમાં યુધ્ધના ધોરણે કામગીરી થતી હોવાથી દોઢ વર્ષમાં કામગીરી પુર્ણ કરી દેવામાં આવનાર છે.આ અંગે આણંદ પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર કલ્પના રાણાણે જણાવ્યુ હતુ કે, પાણી પુરવઠા યોજના હેઠળ ઉમરેઠ પંથકમાં શુધ્ધ પાણી પુરૂ પાડવા માટે સરકારે મંજૂરી આપવામાં આવતા 8972.88 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.જે મુજબ અહીમાં ગામ પાસે આવેલ સૌ પ્રથમ ઇન્ટેક વેલ બનાવીને સરફેસ શોર્સ આધારીત મહિસાગર નદીમાંથી પાણી લાવવા માટે પાઇપ લાઇનો નાંખવામાં આવી રહી છે.જેની 30 ટકા જેટલી કામગીરી પુર્ણ થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...