તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવન રક્ષક સેવા:108ની સેવા જીવન રક્ષક સાબિત થઈ, કર્મચારીઓએ નવજાત શિશુને કૃત્રિમ શ્વાસ આપી નવજીવન આપ્યું

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અધૂરા મહિને અને જોખમી પરિસ્થિતિમાં જન્મેલ બાળક રડ્યું ન હતું
 • કરમસદ હોસ્પિટલમાં પહોંચાડતા બાળકને નવજીવન મળ્યું

આણંદના ભાલેજ પી.એચ.સી.માં પ્રસૃતાને અધૂરા માસે બાળક જન્મતા બાળકને જીવનું જોખમ ઉભું થયું હતું. બાળકનું હલનચલન થતુ ન હતુ. અને શ્વાસ લેવામાં વલખા વાગતા હતા. જેથી તાત્કાલિક સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં રીફર કરવું પડે તેમ હતું. ડોકટરે 108 ઈમરજન્સી વાનને કોલ કરતા તે આવી પહોંચી હતી. જેમાં બાળકની ગંભીર પરિસ્થિતિને લઈ કૃત્રિમ શ્વાસ આપ્યા બાદ કરમસદ હોસ્પિટલમાં પહોંચાડતા બાળકને નવજીવન મળ્યું હોવાનો આનંદ પરિવારમાં છલકાયો હતો.

બાળકને જીવાડવા અદ્યતન સારવાર તાત્કાલિક આપવી પડે તેમ હતી

આજે સવારના 9:30 ની આસપાસ સુહાના બાનુને પ્રસૃતીની પીડા ઉપડતા તેને ભાલેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવી હતી. જ્યાં જોખમી પરિસ્થિતિમાં તેની કુખે બાળકનો જન્મ થયો હતો. અધૂરા મહિને અને જોખમી પરિસ્થિતિમાં જન્મેલ બાળક રડ્યું ન હતું અને તેને શ્વાસ લેવામાં તકલીફ હતી. ડોકટર અને પરિવારજનો બાળકની સ્થિતિને લઈ ચિંતામાં સરી ગયા હતા. બાળકને જીવાડવા અદ્યતન સારવાર તાત્કાલિક આપવી પડે તેમ હતી. જેથી ભાલેજ પી.એચ.સી. ડોકટરે 108 ઈમરજન્સી વાનને કોલ કરી બોલાવવામાં આવી અને બાળકને કરમસદ હોસ્પિટલમાં લઈ જવા જણાવાયું હતું.

બાળકને કુત્રિમ શ્વાસ આપવામાં આવતા જીવ બચ્યો

ડોક્ટરે કરેલ 108 નો કોલ નજીકની પણસોરા 108ને મળ્યો હતો. પાયલોટ ગોપાલ સોની અને ઈ.એમ.ટી દીપક રાઠોડ ભાલેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ પહોંચ્યા હતા. ત્યારે બાળક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હતું. પરિવારજનો ચિંતિત અને આક્રંદિત થઈ ગયા હતા. 108 ના પાયલોટ અને ઇ.એમ.ટી. દ્વારા તાત્કાલિક અસરથી બાળકને ઓક્સિજન અને કુત્રિમ શ્વાસ આપવા આવતા બાળકમાં થોડું ચેતન અને રાહત અનુભવાઈ હતી. ત્યારબાદ બાળકને કરમસદ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યું હતું. હાલ બાળકની હાલત જોખમ રહિત છે. તેમજ બાળકના પરિવારજનો દ્વારા 108ના પાયલોટ અને સ્ટાફની કામગીરીની ખૂબ જ સરાહના કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો