પ્રાથમિક શાળાઓ શરૂ:1069 પ્રાથમિક શાળામાં આજથી બીજા સત્રોનો પ્રારંંભ

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો 5 થી 8માં કુલ 1.89 લાખ અને ધો-1 થી 5માં 1 લાખ પૈકી 50 ટકા વિદ્યાર્થીઓ સાથે શાળા શરૂ

રાજ્ય સરકાર દ્વારા આજે પ્રાથમિક શાળાઓ શરૂ કરવાના લેવાયેલ નિર્ણયને પગલે સોમવારથી ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓ શરૂ થશે. જિલ્લામાં 1069 પ્રાથમિક શાળાઓ છે, જેમાં અઢી લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તે પૈકી 50 ટકા એટલે કે 1.20 લાખ જેટલા વિદ્યાર્થીઓ આવતીકાલથી શાળામાં હાજરી આપશે. આજરોજ રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા જાહેરાત કરી સોમવારથી પ્રાથમિક શાળાઓ શરૂ થશે તેમ જણાવ્યું હતું.

શિક્ષણ મંત્રી ની જાહેરાત બાદ રાજ્ય પ્રા.શિક્ષણ વિભાગની વિડીયો કોન્ફરન્સ થઈ હતી. જેમાં સોમવારથી તમામ ધો. 1 થી 5 ની શાળાઓ શરૂ કરવા ગાઈડલાઈન આપવામાં આવી છે. શાળામાં 50 ટકા વિદ્યાર્થીઓ સાથે વર્ગો શરૂ કરાશે. નાના ભુલકાઓ શાળાએ આવવાના હોવાથી કોરોના ગાઈડલાઈન ની વિશેષ કાળજી રાખવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતુ. જોકે વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા મરજીયાત રહેશે. અને તે માટે વાલીઓની સંમતિ પણ લેવામાં આવશે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા દરેક શાળાને ફોર્મ મોકલવામાં આવશે. જે સંમતિ ફોર્મ વાલીઓ પાસે ભરાવવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...