કોરોના કહેર:વિદેશથી આવેલા 106 ભારતીયોને ક્વોરન્ટીન કરાયા, સાત દિવસ હોમ ક્વોરન્ટીન હેઠળ રહેવાની સુચનાઓ અપાઈ

આણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ જીલ્લા ચુંટણી શાખાના અધિકારીએ જણાવેલ કે વંદે ભારત મિશન હેઠળ વિદેશી ભારતીયોને લાવવામાં આવી રહયા છે.ત્યારે આણંદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદેશી ભારતીયોને લાવવા માટે ટીમો રવાના કરાઈ હતી. જેથી અમદાવાદ એરપોર્ટ 106 જેટલા વિદેશી ભારતીયો જેવા કે કુવૈત, અબુધાબી, યુક્રેનથી આવેલા જેઓને બસોમાં આણંદ ખાતે લાવાયા હતા. જેમાં કેટલાકને વડતાલ અને સારસા સહીત આણંદ શહેરની પેઈડ હોટલોમાં કોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. જેઓને સાત દિવસ ક્વોરન્ટીન રખાયા બાર સાત દિવસ હોમ ક્વોરન્ટીન હેઠળ રહેવાની સુચનાઓ અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...