તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વળતર બાકી:આણંદના ભાલ પંથકના 105 ગામોને દરરોજ આપવામાં આવતાં પાણીનો 10 કરોડ ઉપરનો લોક વેરો બાકી

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણી પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાના 105 જેટલા ગામોને દરરોજનું 23.63 કરોડ લીટર પાણી પહોચાડાય છે
  • સિંચાઇ વિભાગને વર્ષે એક કરોડ રૂપિયા કરતાં પણ વધુ વળતર ચૂકવવાની ફરજ પડી

આણંદ જિલ્લાના ઘણા છેવાડાના ગામોમાં પીવાના પાણીની વિકટ સ્થિતિ છે. જેમાં ખંભાતના અખાતને પગલે અનેક ગામોમાં ક્ષારયુક્ત પાણી છે. જે પીવાના ઉપયોગમાં લેવાથી અનેક રોગના ભોગ બનવાની સંભાવનાને પગલે પાણી પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાના 105 જેટલા ગામોને દરરોજનું 23.63 કરોડ લીટર પાણી પહોચાડવામાં આવે છે. જે પાણી સિંચાઇ વિભાગ પૂરું પાડે છે. જે વિભાગને વર્ષે એક કરોડ રૂપિયા કરતાં પણ વધુ વળતર ચૂકવવાની ફરજ પડી રહી છે.

હાલ ઉનાળામાં કેનાલમાં સિંચાઇ માટે પાણી બંધ છે, પરંતુ મુખ્ય શાખા કેનાલના માધ્યમથી પાણી પુરવઠાના તળાવો ખાલી ના થાય અને દરરોજ પૂરું પાડવામાં આવતું પાણી નિયમિત મળી રહે તે માટે સમય અંતરે સિંચાઇ વિભાગ પાસેથી પાણી ખરીદ કરવાની ફરજ પડતી હોવાનું પાણી પુરવઠાના ઈજનેર સી.બી.રાણાએ જણાવ્યું હતું.

ભાલ પંથક સહિતના ગામોમાં ચાલતી 12 જેટલી જૂથ યોજના અંતર્ગત ફિલ્ટર પાણી પુરું પાડવામાં આવી રહ્યું છે. એપ્રિલ બાદ મે મહિનામાં પણ વણાકબોરી ડેમમાંથી બીજીવાર, મુખ્ય શાખા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. જે કેનેવાલ તળાવ, લીંબાસી અને પરીએજ ખાતેના ફિલ્ટર પ્લાન્ટમાં પાણી સંગ્રહ કરવામાં આવી રહ્યું છે.

પાણી પુરવઠાનો 10 કરોડ ઉપરાંતનો વેરો બાકી

મહત્વનું છે કે, સિંચાઈ વિભાગ પાસેથી ખરીદી કરવામાં આવતું પાણી પાણી પુરવઠા વિભાગ દ્વારા ફિલ્ટર કરીને વિતરણ કરાય છે, જેના એક હજાર લીટર પાણીના માત્ર બે રૂપિયા જ વેરો વસુલ કરવામાં આવે છે, પરંતુ જિલ્લાની 12 જૂથ યોજનાનો લાભ લેતા અનેક લોકો આ સેવા મોટાભાગે વિનામૂલ્ય જ મેળવે છે. પાણી પુરવઠાની કચેરીના જણાવ્યા મુજબ સમગ્ર જિલ્લામાં મળીને 10 કરોડ રૂ. કરતાં પણ વધુ વસુલાત બાકી છે. જે માટે તલાટી, ગ્રા.પં. જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટર સાથે ચર્ચા-વિચારણા કરીને મિલ્કત પર બોજો નાખવા સહિતની કાર્યવાહી કરવા છતાં વસુલાત માટે સહકાર મળતો નથી.

અન્ય સમાચારો પણ છે...