સરકારના ભોગે બાળકો ભૂખ્યાં રહેશે:આણંદની આંગણવાડીના 1.05 લાખ બાળકો પ્રથમ દિવસે નાસ્તા વગર ભણશે, પરિપત્રમાં કોઈ ઉલ્લેખ નહીં

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સરકારે પરિપત્ર કર્યો પણ આંગણવાડી નાસ્તા માટે તેલ, ચણા, દાળ અને ચોખાનો જથ્થો ન ફાળવ્યો

કોરોનાની માહામારીના પગલે બાળકોને ચેપ ના લાગે તે માટે આંગણવાડીઓ છેલ્લા બે વર્ષથી બંધ રાખવામાં આવી હતી. કોરોનાનું સંક્રમણ મંદ પડતાં સરકારે તા 17મી ફેબ્રઆરીને ગુરૂવરના રોજ પ્રિ-સ્કુલ, આંગણવાડી બાળકો માટે શરૂ કરવા શિક્ષણ મંત્રીએ નિર્ણય લીધો છે.ત્યારે આણંદ જિલ્લામાં આવેલી1993 થી વધુ આંગણવાડી શરૂ કરવા માટે પરિપત્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ બાળકોને નાસ્તા આપવા માટે પરિપત્રમાં કોઇ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

નાસ્તો શું આપવો તેની મૂંઝવણ
આણંદ જિલ્લાની આંગણવાડીઓમાં માત્ર ઘંઉનો જથ્થો ઉપલબ્ધ છે. જયારે તેલ , ચણાદાળ, તુવેરદાળ, ચોખા જથ્થો ફાળવવામાં આવ્યો નથી. જેને લઇને આંગણવાડીની સંચાલક બહેનો પ્રથમ દિવસે બાળકો નાસ્તામાં શું આપવું તેની મુંઝવણ અનુભવી રહી છે. આંગણવાડી બાળકો ચાર કલાક બેસાડવામાં આવશે.પણ પ્રથમ દિવસે નાસ્તો નહીં મળે તેવી પરિસ્થિતી સર્જાઇ છે.

જિલ્લા પંચાયત ખાતે સંકલિત બાળ વિકાસ સેવા યોજના આઇસીડીએસ શાખાના પ્રોગ્રામ ઓફિસર જણાવ્યું હતું કે ,આણંદ જિલ્લામાં 1993થી વધુ આંગણવાડી આવેલી છે. અને 3 થી 6 વર્ષના કુલ 1. 05 લાખ બાળકો નોંધાયેલા છે. જેઓનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ 2 વર્ષબાદ આંગણવાડી ખાતે શરૂ થશે . આ માટે જિલ્લાની આંગણવાડીઓમાં ખાતે સફાઇ કાર્યવાહી હાથધરવામાં આવી છે.

બાળકના કિલ્લોલથી આંગણવાડી ગુંજી ઉઠશે
​​​​​​​
આમ તો બાળકો માટે આંગણવાડી બંધ હતી .પરંતુ આંગણવાડીઓ ખાતે વર્કર અને હેલ્પર દ્વારા બાલશકિત, પૂર્ણાશકિત અને માતૃશકિત દરમાસે લાભાર્તીઓને ઘરે નિયમિત આપવામાં આવતા હતા. 2 વર્ષના લાંબા સમય બાદ આવતીકાલથી બાળકો આંગણવાડીઓમાં પ્રવેશ કરશે. જેથી બાળકનો ના કિલ્લોલથી આંગણવાડી ગુંજી ઉઠશે. બાળકોને ચેપ ન લાગે તે માટે કોરોનાની ગાઇડ લાઇનનું સંપૂર્ણ પાલન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. તેવું પ્રોગ્રામ ઓફિસરે જણાવ્યું હતું.

નાસ્તાનો જથ્થો નહીં ફાળવાતા શું આપવું તે પ્રશ્ન
આણંદ જિલ્લામાં 1993 આંગણવાડીઓ આવેલી છે. જેમાં એક લાખ વધુ બાળકો નોંધાયેલા છે. સરકાર દ્વારા આંગણવાડી શરૂ કરવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે. પરંતુ નાસ્તા માટે કોઇ ઉલ્લેખ તેમાં નથી કરાયો કે અલગકોઇ પરિપત્ર કરવામાં આવ્યો નથી. હાલમાં મોટાભાગની આંગણવાડીઓમાં ઘંઉ સિવાય અન્ય અનાજ ચણા,દાળ વગેરેનો જથ્થો ઉપલબ્ધ નથી.તેમજ તેલનો જથ્થો પણ ફાળવવામાં આવ્યો નથી.જેથી પ્રથમ દિવસે બાળકોને નાસ્તો શું આપવો તે પ્રશ્ન થઇ પડયો છે.- કૈલાસબેન રોહિત, આંગણવાડી, આંકલાવ

​​​​​​​કોવિડની ગાઇડ લાઇન સાથે ખોલવામાં આવશે
આંગણવાડી શરૂ થાયતે પહેલા સાફસફાઇ કરીને સેનિટાઇઝ કરવામાં આવશે, આંગણવાડીમાં અવરજવર સહિત વપરાશની જગ્યાએ સમયાંતરે સેનિટાઇઝ કરવામાં આવશે. બાળકોએ માસ્ક ઉપયોગ કરવાનો રહેશે. તેમજ બાળકોના હાથધોવા માટે સેનેટાઇઝર અને હેન્ડવોસ કે સાબુ રાખવાની સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...