આણંદ નગરપાલિકાની બજેટ બેઠક પ્રમુખની ગેરહાજરી ઉપપ્રમુખ છાયાબેન ઝાલાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં પાલિકા સને 2020-21ના વર્ષનું રીવાઇઝડ બજેટ જમા સીલક સાથે રૂા 290,08,72,902 પુરાતનું તથા ખર્ચ રૂા 180,58,60,757 પુરાતનું મંજુર કરવામાં આવ્યું હતું.તેમજ વર્ષ 2021-22ના વર્ષનું બજેટ જેમા સીલક સાથે રૂા 102,89,47,403 આવક સામે 1,02,04,47,403ના ખર્ચ દર્શાવીને 85,00,000 લાખની પુરાંત વાળું બજેટ માત્ર 3 મિનિટમાં જ ભાજપે બહુમતીના જોરે મંજૂર કર્યુ છે.કોરોના મહામારી વચ્ચે પણ આરોગ્ય વિભાગ(મેલેરિયા) માટે ગતવર્ષ કરતાં 10 લાખ ઓછા ફાળવ્યા છે.હાલમાં મહામારી ચાલી રહી છે.ત્યારે આરોગ્ય માટે વધારે રકમ ફાળવવાની માંગ કરી છે. જોકે ઉળીને આંખે વળગે તેવા વિકાસની કોઇ બજેટમાં વાત જ નથી.
રૂપિયો ક્યાંથી આવશે ? ક્યાં જશે
આણંદ નગરપાલિકાને વર્ષ દરમિયાન ઘરવેરાની આવક રૂા 12,50,00,000,ખાસ પાણીના કરની આવક રૂા 2,10,00,000 ડ્રેનેજ ટેક્ષની આવક રૂા 1,00,00,000, તથા ટ્રાન્સફર અેન્ટ્રી વગેરેની આવક રૂા 2,24,06,000 આમ કુલ આવક રૂા 72,03,47.029 દર્શાવવામાં આવી છે.તેની સામે ચાલુવર્ષના અંતની અંદાજીત બાકી સિલ્ક રૂા 30,86,00,374 મળી કુલ આવક રૂા 1,02,89,47,403 દર્શાવવામાં આવી છે.તેની સામે પાલિકા દ્વારા પાણી,રોડ,રસ્તા ,બાગબગીચા , પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, પાલિકા વહીવટી ખર્ચ અનેબાકરોલ વિકાસ માટે રૂા 2,69,02,594 મળી કુલ ખર્ચ રૂા 1,02,04,47,403 દર્શાવવામાં આવ્યો છે. બાકરોલ વિસ્તારમાં પણ વિકાસના કામોને વેગ મળશે.
સભામાં 3 મિનિટ મોડા આવેલા અપક્ષ કાઉન્સિલરની હાજરી બાબતે બબાલ
આણંદ પાલિકાની બજેટ માટે સામાન્ય સભા બુધવાર બપોરે 12-00 કલાકે યોજાઇ હતી. પરંતુ માત્ર 3 મિનિટમાં સભા પૂરી થઇ ગઇ હતી . દરમિયાન સામાન્ય સભામાં ભાગ લેવા વિપક્ષી સભ્ય મહેશ વસાવા 12.03 મિનિટે આવ્યા હતાં. પરંતુ તે દરમિયાન સભા પુર્ણ થઇ ગઇ હતી. અપક્ષ કાઉન્સિલર મહેશ વસાવાએ અધ્યક્ષ સ્થાને બિરાજમાન ઉપપ્રમુખ છયાબેન ઝાલા પોતાની બોર્ડ બેઠકમાં હાજરી પુરા જણાવ્યું હતું. પરંતુ બેઠક પુરી થઇ ગઇ હોવાથી હાજરી પુરવાની ના પાડતા મહેશ વસાવાએ ભાજપના કાઉન્સિલરો સાથે જીભાજોડી કરી હતી. જેના કારણે મામલો ગરમાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.