તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની બેદરકારી:આણંદમાં પાઇપ લાઇનના ભંગાણથી 10 હજાર લોકો પાણીથી વંચિત રહ્યા

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
આણંદમાં નવા બસ સ્ટેશન પાસે પાલિકાની પાણી પાઈપ લાઇન ખોદકામ વખતે કોન્ટ્રાકટરે બેદરકારી દાખવી તુટી ગઈ હતી.જેના પગલે પાણી રેલમછેલ થઇ જતાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ ગયો હતો. - Divya Bhaskar
આણંદમાં નવા બસ સ્ટેશન પાસે પાલિકાની પાણી પાઈપ લાઇન ખોદકામ વખતે કોન્ટ્રાકટરે બેદરકારી દાખવી તુટી ગઈ હતી.જેના પગલે પાણી રેલમછેલ થઇ જતાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ ગયો હતો.
  • નવા બસ સ્ટેશન વિસ્તારમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી 50 હજાર લિટર પાણીના વેડફાટથી એક ટાઈમ પાણી બંધ

આણંદમાં નવા બસ સ્ટેશન પાસે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો અને વિસ્તારમાં એક ટાઇમ પાણી વિતરણ બંધ રહેતા લોકોએ પાણી માટે વલખાં મારવા પડ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ નવા બસ સ્ટેશન પાસે આણંદ પાલિકાના ડ્રેનેજની પાઇપ લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ સમયે પાલિકાની પાણીની પાઇપ લાઇન જેસીબી મશીનથી તુટી ગઇ હતી. જેના પગલે બુધવારે સી.પી.કોલેજ વિસ્તાર, નહેરૂ બાગ, અંબિકાચોક, ઝુલેલાલ સોસાયટી અને મહેન્દ્ર ચાર રસ્તા ,100 ફૂટ રોડ વિસ્તારમાં પાણીનો સપ્લાય બંધ રહ્યો હતો. આ ભંગાણના કારણે 50 હજાર લીટર ઉપરાંત પાણીનો વેડફાટ થયો હતો.

તંત્રની બેદરકારીના પગલે નવા બસ સ્ટેશન પાસને સમગ્ર વિસ્તારમાં 10 હજાર ઉપરાંત પરિવારજનોને પીવાના પાણી માટે ભટકવાનો વારો આવ્યો હતો. આણંદ પાલિકા હાઇડ્રોલિક એન્જીનિયર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ ઘટના બની છે અને તેમને નોટિસ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...