કાર્યવાહી:નેજામાં ઘાસ લેવાની તકરારમાં ખૂની હુમલો કરનારને 10 વર્ષની સખત કેદ

આણંદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2003માં નેજા ગામે ઘાસ લેવા બાબતે કકળાટ થતાં જીવલેણ હુમલો કરાયો હતો

પશુઓ માટે ચાર લેવા કેમ દેતો નથી તેવી નજીવી બાબતે આજથી 19 વર્ષ પહેલા નેજા ગામે ભરવાડ શખ્સોએ ખેડૂત સાથે ઝઘડો કરી તેમની ઉપર ફરસીથી હુમલો કર્યો હતો જેમાં ખેડૂત નો પગ ભાંગી ગયો હતો અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી આ કેસ આજે ચાલી જતા અદાલતે એક ને નિર્દોષ ઠરાવી છોડી મૂકયો હતો જ્યારે હુમલાખોરને દસ વર્ષની સખ્ત કેદ અને દંડ ફટકાર્યો હતો.

ખંભાતના નેજા ગામની સીમમાં ગોલાણા રોડ ઉપર મફતભાઈ પરમારના ફાર્મમાં ગત તા.27નવેમ્બર 2003 ના રોજ તેવો ફાર્મ પર હતાં તે વખતે મૂળ શરમ તા. ગઢડાના વતની અને નેજા રહેવા આવેલા કાળા ઉર્ફે કાબાભાઈ ભરવાડ અને વિરમભાઇ ચાર લેવા આવ્યા હતાં તેમને મફતભાઈએ ચાર લેવાની ના પાડી એટલે કાળા ઉર્ફે કબાભાઇ ઉશકેરાઈ ગયા તેમણે પોતાની પાસેની ફરશી ઉઠાવી મફતભાઈના માથામાં મારી દીધી હતી અને પછી તેની મુદર જમણાં પગ પર મારતા તેમનો પગ ભાંગી ગયો હતો.

આ વખતે વિરમે મફતભાઈની છાતી, મોની ડાબી બાજુ અને બંને પગે લાકડીના ઠોંસા મારિયા હતાં આ વખતે નારણભાઇ મકવાણાયે ઉશ્કેરણી કરી હતી. ખંભાત ગ્રામ્ય પોલીસે કાળાભાઇ અને નારણભાઇ વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. આ કેસ ખંભાતના સાતમાં એડિશનલ સેશન્સ જજ એમએન શેખની કોર્ટમા ચાલી જતાં કાબા ઉર્ફે કાળાભાઈ ભરવાડ નેજા ગામની સીમને કસૂરવાર ઠેરવી ઈ. પી. કો. કાલમ 307નાં ગુના અન્વયે 10વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...