તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:આણંદ પાલિકાની અંતિમ સભામાં 10 હજાર ગટર જોડાણને મંજૂરી અપાશે

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 11મીએ યોજાનારી સામાન્ય સભામાં કોંગ્રેસ વિરોધ કરશે

આણંદ પાલિકાની આગામી 11મી ડીસેમ્બરે મળનારી સામાન્ય સભા તોફાની બનવાની એંધાણ વર્તાઈ રહ્યા છે.પાલિકાના હાલના શાસક પક્ષ દ્વારા કોગ્રેસ શાસિત વિસ્તારોમાં નગરજનોએ ટેકસ ભરવા છતાં પાંચ વર્ષથી વિકાસના કામોથી વંચિત રાખવા બાબતે બે જુથો સામસામે આવી જવાની સંભાવના છે.

પ્રાપ્ત માહિતી મુજબ, કોરોનાની મહામારીની પરિસ્થિતિઓ વચ્ચે આણંદ પાલિકાની ટાઉન હોલ ખાતે છેલ્લી સામાન્ય સભા આગામી 11મી ડિસેમ્બરે યોજાનાર છે. સામાન્ય સભાને અનુલક્ષી સેનેટાઈઝ છંટકાવ, સોશિયલ ડિસ્ટન્સ સહિત ફરજીયાત માસ્ક પહેરવું વગેરે બાબતોનું ખાસ ધ્યાન રખાનાર છે. જો કે સામાન્ય સભામાં દશ હજાર ગટર કનેકશનો આપવામાં આવનાર છે.ત્યારબાદ કૈલાશભૂમિ સ્મશાનગૃહમાં 10.72,800 ના ખચેઁનવીન ગેસ સગડી માટે સ્ટ્રકચર રિપેરીંગ, રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.આણંદ સરદાર બાગની અંદર જાહેર જનતા તેમજ સિનિયર સીટીઝનો યોગ-વ્યાયામ કરતાં હોઈ રૂ 2,97,443 ના ખચેઁ મ્યુઝિક સિસ્ટમ મુકવામાં આવશે.

સભાનો વિરોધ કરી કલેકટરને ફરિયાદ કરાશે
આણંદ પાલિકા ધ્વારા આગામી 11મી ડિસેમ્બરે સામાન્ય સભાનું આયોજન કરાયુ છે.ત્યારે કોંગ્રેસ શાસિત વિસ્તારમાં નગરજનો ટેકસ ભરવા છતાં આજદિન સુધી સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે.જેથી સભામાં જુદીજુદી વાંધા જનક કામગીરીઓનો વિરોધ કરવામાં આવશે. ત્યાર બાદ કલમ 258 મુજબ વિરોધની સાથે કલેકટરને સોમવારે ફરિયાદ કરવાની ચિમકી ઉચ્ચારી હતી. > અલ્પેશ પઢિયાર, નગર સેવક કોગ્રેસ આણંદ પાલિકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો