તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:10 રૂ. કિલો વેચાતી મેથીની ભાજીનો ભાવ રૂ. 20 થઈ ગયો

આણંદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક તરફ ગરમી શરૂ થતાં, આવક ઘટતાં અને ચૂંટણીનું વાતાવરણ હોવાથી

ઠંડીની ઋતુમાં મેથીનું શાક ખાવાથી માનવીના શરીરને પણ ફાયદા થાય છે. ત્યારે રૂ.10 રૂપિયે કિલો વેચાતી લીલી મેથી ભાજીના હાલમાં ગરમીના વધી રહી હોવાથી 20 રૂપિયે કિલો લેખે ભાવ વધી ગયા હતા. આમ છતાં પણ તાજી લીલીછમ મેથીની ભાજી ખરીદવાનો વધુ આગ઼હ રાખતા હોઈ ગૃહીણીઓનું પણ બજેટ ખોરવાઈ રહ્યુ છે .બીજી તરફ વેપારીઓ દ્વારા ચુંટણીનો માહોલ હોઈ મેથીની ભાજી માંગ વધશે તેવી આશાએ 15 કિલોને બદલે વધુ 30 કિલો સ્ટ઼ોક રાખી રહયા હોવાનું મુલાકાતમાં જણાવ્યું હતુ.

પાપ્ત માહિતી મુજબ આણંદ જીલ્લામાં ચકલાસી, કણજરી, બોરીયાવી સહીત અન્ય વિસ્તારોમાં રોકડીયો પાક મેથીની ભાજીનું ઠેર ઠેર ખેડૂતો ધ્વારા વાવેતર કરવામાં આવતું હોય છે.જો કે ઠંડીની ઋતુમાં મેથીનું શાક ખાવાથી શરીરને પણ ફાયદા થાય છે. ત્યારબાદ મેથીનું શાક ઘણી બીમારીઓથી રાખે છે તેમજ લીલી મેથીમાંથી શાક, પરાઠા, થેપલા અને સૂપ બનાવવામાં ઉપયોગ થતો હોય છે.આથી આણંદ શાક માર્કેટમાં વહેલી સવારથી તાજી લીલીછમ મેથીની ભાજી ખરીદવા માટે લોકો ઉમટી પડતા હોય છે.

પરંતુ બે દિવસ પહેલા 10 રૂપિયે કીલો મેથીની ભાજીનું વેચાણ થતુ હતુ.પરંતુ હવે ગરમી પડવાની શરૂ થઈ જતાં ભાજી તાજી મળવાને બદલે બગડી જતી હોય છે.જેના પગલે શુક્રવારે ભાવ વધી જતાં રૂ 20 કિલો લેખે વેચાણ કરવામાં આવતું હતુ.ગરમી વધુ પડશે તો આગામી દિવસોમાં શાકભાજીની આવક ધટી જશે અને ભાવ વધી જશે તેમ શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓએ જણાવ્યું હતુ.

ભાવ વધતા બજારમાં રૂ. 160 થી 200 લેખે થતું વેચાણ
હાલમાં લીલી મેથીની ભાજી ચકલાસી,કણજરી,બોરીયાવી પંથકમાંથી આવતી હોય છે.ત્યારે ગરમી પડતા બપોર પછી મેથીની ભાજી બગડી જતી હોય છે. મેથીની ભાજી ખરીદવાનો વધુ આગ઼હ પણ રાખતા હોય છે.જેના લીધે 60 થી 80 રૂપિયે મણ વેચાતી મેથીની ભાજીના ભાવ વધીને રૂ 160 થી 200 લેખે મણ વેચાણ કરાયછે.> મહેબુબમીંયા મલેક , શાકભાજી વેપારી,શાક માર્કેટ આણંદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો