તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર રિયાલીટી ચેક:10 વ્યક્તિએ 3 માસ્ક વગરના, ચારે ગળે લટકાવ્યાં

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
શાકમાર્કેટમાં લોકો માસ્ક વગર દેખાયા. - Divya Bhaskar
શાકમાર્કેટમાં લોકો માસ્ક વગર દેખાયા.
 • આણંદ સ્ટેશન રોડ,સરદારગંજ, જૂના રસ્તા-સુપરમાર્કેટ-ગુજરાતી ચોક પર માત્ર 45 મીનિટનો સર્વે

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણની વધઘટ અવારનવાર જોવા મળે છે.દિવાળી તહેવાર બાદ કોરોના બીજા રાઉન્ડમાં મહાવિસ્ફોટ જોવા મળ્યો હતો.15 દિવસમાં 250 વધુ પોઝિટીવ કેસ નોંધાઇ ચૂકયા છે.તેમજ શંકાસ્પદ કેસોનો આંકડો 500થી વધુ જોવા મળ્યો હતો.આરોગ્ય વિભાગ સહિત દેશના નિષ્ણાંત ડોકટરોએ જણાવ્યું હતું કે,કોરોના સંક્રમણથી બચવા માટે હાલમાં માત્ર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિગ જ ઉપાય છે. આણંદ શહેરની વાત કરીએ તો કોરોનાની મહામારીને અહીંના લોકો ગંભીરતાથી લેતા નથી.

તેમજ માસ્કને માત્ર ગળાનો ફંદો બનાવી દીધો હોય તેમ કેટલાંક તો માત્ર ગળામાં લટકાવીને જ ફરતા હોય છે. આણંદ શહેરના સ્ટેશન રોડ,સરદારગંજ, જૂના રસ્તા, ગુજરાતી ચોક, સુપર માર્કેટ વિસ્તારમાં ગુરૂવારે બપોરે 12.30 કલાકે તમામ વિસ્તારમાં દશ દશ મિનીટ રહી 45 મિનીટનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં દર દસ વ્યક્તિએ 3 માસ્ક વગરના અને ચાર વ્યકિત માસ્ક ગળા પર લટકાવેલા નજરે પડ્યાં હતાં. લોકોની બેદરકારીનો તસવીરી અહેવાલ નીચે રજુ કર્યો છે.

માસ્ક વગર બેઢેલા લોકો ની તસ્વીર
માસ્ક વગર બેઢેલા લોકો ની તસ્વીર
માસ્ક વગર રીક્ષા ચાલક
માસ્ક વગર રીક્ષા ચાલક

માસ્ક વગર વાહન ચાલક
માસ્ક વગર વાહન ચાલક

માસ્ક વગર બેઢેલા લોકો ની તસ્વીર
માસ્ક વગર બેઢેલા લોકો ની તસ્વીર

રાહદારી માસ્ક વગર
રાહદારી માસ્ક વગર

માસ્ક દાઢી પર રાખેલ નજરે પડયા
માસ્ક દાઢી પર રાખેલ નજરે પડયા

માસ્ક દાઢી પર રાખેલ રાહદારી
માસ્ક દાઢી પર રાખેલ રાહદારી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો