આણંદ જિલ્લા આઇસીડીએસ વિભાગમાં ખાલી પડેલી પ્રોગ્રામ ઓફિસરની જગ્યાને લઈને કર્મચારીઓને છુટો દોર મળ્યો હોય તેમ પ્રોગ્રામ ઓફિસર, સીડીપીઓ અને સુપરવાઇઝર બહેનોની ભૂલ આંગણવાડી વર્કર ઉપર થોપી દેવાનો સતત પ્રયત્નો અને પ્રયાસો થઈ રહ્યા હોય આંગણવાડી વર્કર બહેનો માનસિક ત્રાસ ભોગવી રહી છે . જિલ્લામાં 16 સીડીપીઓની જગ્યા છે.તેમાંથી માત્ર 6 ભરેલી છે. 10 ખાલી હોવાથી તમામ કામગીરી આંગણવાડી બહેનો પર થોપી દેવામાં આવતી હોવાના આક્ષેપ થઇ રહ્યાં છે.
આણંદ તાલુકાની એક આંગણવાડી વર્કર બહેનના જણાવ્યા મુજબ ઉપલા કક્ષાની ભૂલ અમારે માથે ઢોળી દઈને અમોને નોટિસ પાઠવવામાં આવે છે અને અમે માહિતી આપી હોવાનો શક રાખી અમારી આંગણવાડીની વારે ઘડીએ વિઝીટ લઈ નાની નાની ભૂલો અથવા તો ભૂલ ન હોય તો પણ ભૂલો કાઢી બહેનોને પરેશાન કરવામાં આવી રહયાની બહેનોની બુમ ઉઠવા પામી છે આણંદ જિલ્લામાં આઊટ ઓફ ડેટ નો જથ્થો આંગણવાડીઓમાં ઠલવાયો હોવા છતાં મૌન ધારણ કરી લઈને આંગણવાડી વર્કરના મહામંત્રી કૈલાશ સોલંકીના મુજબ આઉટ ઓફ ડેટનો જથ્થો પરત મોકલવાના બદલેને આંગણવાડી વર્કરોને આઉટ ઓફ ડેટના લોટના જથ્થાને ચોપડે ઉધારી દઈ નીલ કરવાના સૂચના આપવામાં આવી હતી
પરંતુ આઈસીડીએસ વિભાગની આ ગંભીર ભૂલ અંગે હોબાળો થતા વિભાગના પ્રોગ્રામ અને સુપરવાઇઝર સુધી તમામે અવળી દિશામાં તપાસ કરી સમગ્ર બાબત આંગણવાડી વર્કરોની જવાબદારી તેઓને નોટિસ પાઠવવામાં આવી છે ત્યારે નવાઈ ની વાત તો એ છે કે આંગણવાડી કેન્દ્ર ઉપર ચાર થી પાંચ માસનો ચોખાનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં તાજેતરમાં જિલ્લામાં ફાળવેલ ચોખાનો જથ્થો એક આંગણવાડીમાં પાંચ થી છ માસ ચાલે તેટલો ફાળવી દેવાયો છે જેને જેને આગામી દિવાળી સુધી ચોખાનો જથ્થો આંગણવાડી બહેનોને સાચવવાની નોબત આવી છે.
સ્ટાફની બહેનોને સાચવવાની કોશિશમાં આંગણવાડી બહેનોને અન્યાયની રાવ
આણંદ જિલ્લા એસટીડીએસ વિભાગ ના એક બહેને જણાવ્યા મુજબ અમારે અમારા સ્ટાફને સાચવવાનો હોય છે આંગણવાડી વર્કર બહેનો અને તેડા કર બહેનો રોજમદાર છે તેઓની ઉપર કોઈ એક્શન લેવામાં આવે તો કોઈ વાંધો નહીં પરંતુ કાયમી કર્મચારી સુપરવાઇઝર સીડીપીઓ બહેનોની નોકરીને ધોકો ન લાગે તેનું ધ્યાન રાખવાનું હોય છે આમ સ્પષ્ટ થાય છે કે આઇસીડીએસવિભાગ દ્વારા તપાસના નામે ખોટી દિશામાં તપાસ થતી હોય છે .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.