કામગીરી:આણંદ જિલ્લાનો સર્વસંગ્રહ કરવા SP યુનિ.ને રૂા.10 લાખ ફાળવાયા

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 50 વર્ષ પૂર્વે ચારોતરનો સર્વસંગ્રહ બનાવવામાં આવ્યો હતો

વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી વર્ષ-1955માં સ્થાપના થયા બાદ સતત શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહી છે. તાજેતરમાં જ ગુજરાત સરકારની ગુજરાત જીલ્લા સર્વસંગ્રહ કચેરી(ગેઝેટીયર) કમિક્ષર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા આણંદ જીલ્લાનો સર્વસંગ્રહ તૈયાર કરવા માટે રૂ.10 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.

ચરોતર સર્વસંગ્રહ ભાગ 1 1954માં ચંદ્રકાંત કુલચંદ શાહ દ્વારા બનાવમાં આવ્યો હતો. જેનું પ્રકાશન નડીઆદથી થયું હતું. નવો સર્વસંગ્રહ બનવા માટે આગામી સમયમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કા. કુલપતિ ડૉ. નિરંજન પટેલ દ્વારા 7 વ્યક્તિઓની સમિતિની રચવામાં આવી છે. આ બાબતે વાત કરતાં યુનિવર્સિટીના કા. કુલપતિએ જણાવ્યું હતું કે આ સર્વસંગ્રહ તૈયાર કરવાની માર્ગદર્શિકા મુજબ નિર્દેશ કરવામાં આવેલ વિવિધ 18 પ્રકરણોમાં આણંદ જીલ્લાનો સર્વસંગ્રહ તૈયાર કરવામાં આવશે. જૂના સર્વસંગ્રહ અને ડાયટ જેવી સંસ્થા દ્વારા પ્રકાશિત પુસ્તકોનો ઉપયોગ કરીને સર્વસંગ્રહની કામગીરી હાથ ધરવામાં આવશે.

સરદાર પટેલ યુનિવર્સિટી દ્રારા આ કામ સમયમાં પૂરું કરી આણંદ જીલ્લાનો એક સમગ્રલક્ષી સંગ્રહ તૈયાર થશે. આણંદ જિલ્લાનો સર્વસંગ્રહ વિવિધ 18 પ્રકરણોમાં તૈયાર કરાશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આણંદ જીલ્લા સર્વસંગ્રહ(ડિસ્ટ્રિક્ટ ગેઝેટીયર) તૈયાર કરવા માટે ભૌગોલિક સ્થાન-નૈસર્ગિક સંપત્તિ, ઇતિહાસ, લોકજીવન, ખેતિ અને સિંચાઇ, ઉદ્યોગો, બેક સેવા, વ્યાપાર-વાણિજ્ય, વાહન અને સંદેશાવ્યવહાર, આર્થિક પ્રવાહો, સામાન્ય વહીવટી, મહેસુલ વહીવટ, કાયદા અને વ્યવસ્થા તથા ન્યાય, અન્ય ખાતા, સ્થાનિક સ્વરાજ્ય, શિક્ષણ અને સંસ્કૃતિ, તબીબી અને જાહેર આરોગ્ય સેવાઓ, અન્ય સામાજીક સેવાઓ સહિતના પ્રખ્યાત લેખકો પાસે લેખન કરાવાશે.

અન્ય સમાચારો પણ છે...