ચેકિંગ:ખજૂર, ચણા અને ઘઉંની સેવ સહિત 10 ખાદ્ય નમૂના લેવાયા

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોળી પર્વે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું ચેકિંગ
  • નમૂના લેબમાં મોકલાયા, રિપોર્ટ બાદ કાર્યવાહી

હોળી ધુળેટી તહેવાર નિમિતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવી ગયું છે.ત્યારે હોળી તહેવાર હોવાથી ખાદ્યચીજ ખાવા લાયક છે કે નહીં તે માટે આણંદ શહેરમાં જુદી જુદી જગ્યાએ ચેકીંગ હાથધર્યુ હતું.ત્યારે 10 જેટલા ખજૂર, હારળા ,ઘઉંની સેવ, ચણા સહિતની ખાદ્યચીજોના નમુના લઇને પૃથ્થકરણ માટે સરકાર માન્ય લેબોરેટરીમાં નમૂના મોકલી આપવામાં આવ્યાં છે.જેનો રીપોર્ટ આવી ગયા બાદ કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ હોળીધૂળેટી તહેવાર હોય આણંદ શહેરમાં 150થી વધુ હાટડીઓ ધાણી ખજૂર વેચાણ કરતી શરૂ થઇ ગઇ છે. ત્યારે આણંદ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ટીમો બનાવીને ખાદ્યચીજ ખાવા લાયક છે કે નહીં તે માટે ચેકીંગ કાર્યવાહી હાથધરવામાં આવી હતી. સોમવારે 50 જેટલા જુદી જુદી હાટડીઓમાં ચેકીંગ કરીને 10 જેટલા શંકાસ્પદ નમુના લેવામાં આવ્યાં છે. C

અન્ય સમાચારો પણ છે...