રોગચાળો વકર્યો:દિવસ- રાતના તાપમાનમાં 10 ડિગ્રીનો ફેર, વાઇરલના રોજ 800થી વધુ કેસ

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
હોસ્પિટલોમાં સારવાર માટે દર્દીઓની લાંબી કતારો લાગી ગઈ હતી. - Divya Bhaskar
હોસ્પિટલોમાં સારવાર માટે દર્દીઓની લાંબી કતારો લાગી ગઈ હતી.
  • ભેજ વચ્ચે તાપમાનમાં ઉતાર ચઢાવ, વાઇરલ કેસમાં વધારો
  • સિવિલ હોસ્પિટલ અને ખાનગી દવાખાનામાં દર્દીઓનો ધસારો

ભાદરવા પ્રથમ વીકમાં વરસાદે વિરામ લેતા તાપમાન પારો સતત વધી રહ્યો છે.તેમજ દિવસ અને રાત્રિનાતાપમાન વચ્ચે 10 ડિગ્રીનો તફાવત જોવા મળી રહી છે.તો બીજી બાજુ ભેજનું પ્રમાણ 80 ટકાની આસપાસ રહેતા ભારે બફારો અનુભવાય છે. જેના કારણે બીપી, હાર્ટએકટ કેસ વધી રહ્યાં છે.સાથે સાથે ગામેગામ અસહ્ય ગંદકી અને જીવતો તથા મચ્છરોના ઉપદ્રવના પગલે આણંદ શહેરમાં વાઈરલ બિમારીનો વાવર ફેલાયો છે. રોજના 800 થી વધુ નવા કેસ નોંધાઇ રહ્યા છે. જેના કારણે શહેરના ખાનગી દવાખાના તેમજ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે.

આણંદ શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન વાતાવરણ ની વાત કરીયે તો ગત શુક્રવારના રોજ લઘુત્તમ તાપમાન 26 જ્યારે મહત્તમ 36 ડિગ્રી પર પહોંચ્યું હોય તાપમાનમાં 10ડીગ્રીનો તફાવત જોવા મળ્યો હતો. જ્યારે ગુરૂવારના રોજ 10 ડિગ્રીના તફાવત સાથે લઘુત્તમ તાપમાન 26 અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું. આમ રાત્રે ઠંડી અને દિવસે ગરમી વાળી બેવડી ઋતુને કારણે વાયરલ ફિવરના કેસોમાં વધારો થયો છે. આ ચેપી રોગ હોવાને કારણે એકવાર કોઈ વ્યક્તિને વાયરલ ફીવર થાય એટલે તે તેના આખા પરિવારને ઝપેટમાં લે છે. અને એક જ અઠવાડિયામાં આખુ પરિવાર વાયરલમાં સપડાય છે.

આણંદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીને કારણે મચ્છરો સહિતની જીવતો ઉપદ્વવ વધી ગયો છે. , જે રોગચાળો ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આણંદ સિવિલ હોસ્પિટલની વાત કરીયે તો અહીં રોજના 250 થી વધુ દર્દી સારવાર માટે આવી રહ્યા છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં સરેરાશ 550 થી વધુ દર્દીઓ વાઈરલની સારવાર માટે આવી રહ્યા હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે.

આણંદ શહેરમાં નાની મોટી 80થી વધુુ ખાનગી દવાખાના આવેલા છે. આ તમામ દવાખાનામાં છેલ્લા એક સપ્તાહથી વાઈરલ ફીવર, શરદી-ખાંસીના દર્દીઓનો ધસારો જોવા મળ્યો હતો. આમ બેવડી ઋતુને કારણે વાઈરલ ફિવરે માથુ ઉંચકતા ઘેર ઘેર દર્દીઓ જોવા મળી રહ્યાં છે.

ઋતુમાં બદલાવ, માસ્ક નહીં પહેરતા કેસોમાં વધારો
ઋતુમાં બદલાવને કારણે વાઈરલના કેસોમાં વધારો થાય છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડકને કારણે રોગચાળો ફેલાય છે. વરસાદ બાદ પાણી ભરાઈ રહેવાને કારણે તેમાં પેદા થતા મચ્છરો પણ રોગચાળાને ફેલાવવાનું કામ કરે છે. ઉપરાંત કોરોના મુક્તિ બાદ લોકોએ માસ્ક પહેરવાનું પણ બંધ કરી દીધું છે. પરંતુ હાલની વાયરલ ફિવરની સિઝનમાં માસ્ક પહેરવું જરૂરી છે. વાઈરલ ફિવરના વાયરસ હવામાં જ ફેલાતા હોય છે. તેછી જો તેનાથી બચવુ હોય તો માસ્ક પહેરવું જરૂરી છે.> ડો.કુમારીલ અમરાવત, એમ.બી.બી.એસ

અન્ય સમાચારો પણ છે...