સમસ્યા:1 કર્મી પાસે 3 હવાલા હોઈ રખડતા ઢોર પકડવાની કામગીરી અટવાઇ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ નગરપાલિકામાં નવી ભરતી ન થતાં કફોડી સ્થિતિ

આણંદ નગરપાલિકાના સતાધિશો દ્વારા વિકાસના નામે બણગા ફૂકવામાં આવી રહ્યા છે. ત્યારે પાલિકામાં નવી ભરતીઓ નહી કરાતાં હાલમાં ફરજ બજાવતાં એક કર્મચારીને જુદાજુદા વિભાગના 3 ચાર્જ સોપવામાં આવી છે. આખરે કામગીરીઓનું ભારણ વધી જતાં શહેરમાં રખડતી ગાયો પકડવાની બંધ કરી દેવાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ નગર પાલિકામાં ધણાં સમયથી જુદા જુદા વિભાગમાં 64 ઉપરાંતની જગ્યાઓ ચોપડે ખાલી બોલે છે.જો કે મંજુરી નહીં મળતા નવી ભરતીઓ કરવામાં આવતી નથી.આથી ફરજ બજાવતાં કર્મચારીઓને માથે વધારાનો ચાર્જ સોંપી દેવામાં આવતો હતો.જો કે આણંદ પાલિકામાં ફરજ બજાવતાં કર્મચારી મિલનભાઈ ત્રિવેદીને સેનેટરી વિભાગનો ચાર્જ, પાલિકા હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરનો ચાર્જ અને ઢોર ડબ્બાનો ચાર્જ આપવામાં આવ્યો છે.જેના પગલે જુદી જુદી કામગીરીઓનું ભારણ વધી જતાં ધણાં સમયથી શહેરમાં રખડી ગાયો પકડવાની કામગીરી બંધ કરી દેવાઈ છે. જેના પગલે વાહન ચાલકો, રાહદારીઓ રખડતી ગાયોના પગલે ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આણંદ નગરપાલિકા દ્વારા કર્મચારીઓની નવી ભરતી કરી શહેરમાં રખડતી ગાયો પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવે તેમ નગરજનોએ પણ માંગ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...