કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં કોરોનાના નવા 1 કેસ નોંધાયો, તંત્ર હરકતમાં આવ્યું, એક્ટિવ કેસ 5 થયા

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ દર્દીઓમાં હળવા લક્ષણો હોવાથી ઘરે જ સારવાર ચાલી રહી છે

રાજ્યમાં વધતું જતું કોરોના સંક્રમણ સરકારી તંત્ર માટે ચિંતાનું કારણ બની રહયુ છે. છેલ્લા બે વર્ષના કોરોના કાળને લઈ ધાર્મિક ,સામાજિક તેમજ રાજકીય કાર્યક્રમો બંધ રહ્યા હતા તે બમણા જોરે ઉજવાઈ રહ્યા છે.વિધાનસભાની ચૂંટણીના મહિનાઓ બાકી રહેતા રાજકીય ગતિવિધિઓ વધી રહી છે ત્યારે કોરોના નિયમોના પાલનમાં સતર્કતા ઘટી રહી છે.જે કારણે હવે ફરી કોરોના પા પા પગલી કરી જનસમુહને સંક્રમણના સકંજામાં લેવા પગરણ માંડી રહયો છે.

જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 5 થયો

દેશભરમાં કોરોનાની ચોથી લહેર ધીમે ધીમે શરૂ થઈ છે. તેની અસર આણંદમાં પણ જોવા મળી રહી છે. આણંદમાં બુધવારના રોજ બે કોરોના પોઝિટિવ કેસ આવતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. આ પહેલા પણ બે કેસ આવતાં કુલ ચાર પર આંકડો પહોંચ્યો હતો જે આજે પણ ઉમરેઠ તાલુકામાં 1 કેસ નોંધાયો છે.જેથી કુલ આંક 5 થયો છે. જોકે, આ તમામ દર્દી ઘરે જ સારવાર લઇ રહ્યાં છે.

તમામ પોઝિટિવ દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન

જોકે, રાહતની બાબત એ છે કે, આ પાંચેયને હળવા લક્ષણો હોવાથી ઘરે જ સારવાર ચાલી રહી છે. આ સાથે જિલ્લામાં કુલ 15,476 પોઝિટિવ સુધી આંક પહોંચ્યો છે. જેમાંથી 53ના મૃત્યું નિપજ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...