તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વીરસદ-ધર્મજ રોડ પર ટેમ્પોએ બાઈકને ટક્કર મારતા 1નું મોત

આણંદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • પેટ્રોલ પુરાવા માટે જઇ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો

ધર્મજ -વિરસદ રોડ પર ટેમ્પાએ બાઇકને અડફેટમાં લેતા બાઇક ચાલક રોડ પર પટકતાં શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજયું હતું.જે અંગે વિરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.વિરસદ ઠાકોરવાસ કોલોનીમાં રહેતા વીહાભાઈ ઠાકોરની બાજુમાં રહેતા દેવાભાઈ ઠાકોરની દિકરીના લગ્ન હોય વીહાભાઈનો સાળો ચીમનભાઈ ઠાકોર બાઇક લઈને લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. અને બપોરના સુમારે વીહાભાઈ તથા તેમનો સાળો ચીમનભાઈ બાઇક લઈ ખંભાત ધર્મજ રોડ ઉપર પેટ્રોલ પુરાવવા જઈ રહ્યા હતા

ત્યારે વીરસદ ધર્મજ રોડ ઉપર પુરપાટ ઝડપે જતી છોટાહાથી ટેમ્પોએ ચીમનભાઈની બાઇકને પાછળથી ટક્કર મારતા ચીમનભાઈ અને વીહાભાઈ રોડ ઉપર પટકાતા ચીમનભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને લઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને108ની એમ્બ્યુલન્સમાં ત્વરીત સારવાર માટે બોરસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી આ બનાવ અંગે વીહાભાઈ ભઈજીભાઈ ઠાકોરની ફરિયાદના આધારે વીરસદ પોલીસે છોટાહાથી ટેમ્પોના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો