તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ:ખંભાતમાં 1 - બોરસદમાં અડધો ઇંચ વરસાદ, અન્યત્ર હળવા ઝાપટા, વરસાદી ઝાપટાંથી ખેતીના પાકને જીવતદાન મળ્યું

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચરોતર પંથકમાં વરસાદના જોરમાં વધારો ઘટાડો થઇ રહ્યો છે. વર્તમના સિઝનમાં અત્યાર સુધી પ્રમાણમાં ઓછો વરસાદ નોંધાયો છે. દરમિયાન આણંદ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ખંભાત તાલુકામાં 1 ઇંચ, બોરસદમાં એકંદરે અડધા ઇંચ વરસાદને બાદ કરતાં અન્ય સામાન્ય ઝાપટાં વરસ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ખંભાત તાલુકામાં 23 મીમી , બોરસદમાં 18 મીમી અને આંકલાવમાં 12 મીમી વરસાદ વરસ્યો છે જયારે તારાપુરમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો.

આગામી 24 કલાક દરમિયાન હળવા વરસાદી ઝાપટા પડવાની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યકત કરવામાં આવી છે. હાલના વરસાદ ઝાપટાને કારણે ખેતીના પાકને જીવતદાન મળ્યું છે. પરંતુ ખેતરો કે ચાઇડા પાણી ભરાય તેવો વરસાદ વરસતો નથી. આગામી દિવસોમાં સારો વરસાદના થાય તો પાકનો ઉતારો ઓછો ઉતરે તેવી સંભાવના વર્તાઇ રહી છે.

ખંભાત અને તારાપુર પંથકમાં ચાલુ વર્ષે જરૂરિયાત કરતા 30 ટકા વરસાદની ઘટ વર્તાઇ રહી છે. છેલ્લા એક સપ્તાહથી જિલ્લામાં વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. પરંતુ ખેતીલાયક સારો વરસાદ થયો નથી. હાલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ભારે બાફ અનુભવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...