આજે તો મતદારો જ પંચ:ગ્રામ પંચાયતમાં જનપ્રતિનિધિને ચૂંટવા મતદારોનું 1 દિવસનું અમોઘ શસ્ત્ર બેુલેટ પેપર

આણંદ,નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિદ્યાનગરમાં સરદાર પટેલની પૂર્ણ કદની પ્રતિમા - Divya Bhaskar
વિદ્યાનગરમાં સરદાર પટેલની પૂર્ણ કદની પ્રતિમા
  • આણંદ જિલ્લામાં 180 ગ્રામ પંચાયતમાં આજે મતદાન : 7.40 લાખ મતદારો ઉમેદવારોનું ભાવિ ઘડશે
  • ખેડા​​​​​​​ જિલ્લામાં 417 ગ્રા. પં.માં ચૂંટણી માટે આજે મતદાન ઃ 8.31 લાખ મતદારો ઉમેદવારોનું ભાવિ ઘડશ

અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની જન્મભૂમિ અને કર્મભૂમિ એવા ખેડા જિલ્લામાં 417 અને આણંદ જિલ્લામાં 180 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણીનું આવતીકાલે રવિવારે મતદાન છે. સરદાર વલ્લભભાઇ પટેલે 5 એપ્રિલ, 1974ના રોજ રાસ ગામ ખાતે કસ્તુરબા મેટરનિટી હોમની શિલારોપણ વિધિ વખતે કહ્યું હતું કે ‘પંચાયતી રાજ સાચું સ્વરાજ છે’. ચરોતરવાસીઓ માટે સરદાર સાહેબના સ્વરાજના એ સ્વપ્નને સાકાર કરવાનો અવસર આવ્યો છે.

આણંદ જિલ્લામાં સરપંચ પદ માટે 178 અને વોર્ડ સભ્યોની 1053 બેઠક માટે અનુક્રમે 716 અને 2580 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આઠ તાલુકામાં180 ગ્રામ પંચાયતો માટે આજે 849 બુથ પર મતદાન થશે. જેમાંથી 280 સંવેદનશીલ અને 207 મતદાન મથકને અતિસંવેદનશીલ જાહેર કરાયા છે. કુલ મળીને 7,48,866 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રવિવારે મતદાન બાદ 21 તારીખને મંગળવારે તમામ તાલુકા મથકેથી તાલુકા અંતર્ગતની પંચાયતોના પરિણામ તબક્કાવાર જાહેર થશે.

આણંદજિલ્લાની 180 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રવિવાર સવારના 7.00 વાગ્યાથી સાંજના 6.00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. જે માટે આણંદ જિલ્લામાં 894 મતદાન મથકો પર શનિવાર બપોર સુધી પોલીંગ સ્ટાફ સહિતના કર્મચારીઓ પહોંચી ગયા હતા. મતદાન પૂર્ણ થયા બાદ મતપેટીઓ સીલ કરીને જે તે મતગણતરી કેન્દ્ર પર ઉભા કરાયેલા સ્ટ્રોંગ રૂમમાં મોકલી આપવામાં આવશે. જિલ્લાના તમામ મતદાનમથકો પર કોઇ અનિચ્છનીય બનાવ ના બંને તે માટે 1925 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ગ્રામ પંચાયતની ચૂંટણી અંગેની સમસ્યા અંગે આ અધિકારીઓને જવાબદારી સોંપાઇ છે
આણંદ તાલુકો
કે.એમ.રાઠોડ

મો.94296 54018

ઉમરેઠ તાલુકો
કુ વંદના એચ.પરમાર
મો.7567020206

આંકલાવ તાલુકો
શૈલેષ વી. કલસરીયા
મો.75670 02112

બોરસદ તાલુકો
આરતીબેન ગોસ્વામી
મો.7567001188

પેટલાદ તાલુકો
મહેશ્વરી વી.રાઠોડ
મો.97252 11101

સોજીત્રા તાલુકો
કુ. સી.એ. રાવલ
મો.7567001166

તારાપુર તાલુકો
કુ પ્રીતિ એમ. પટેલ
મો.74360 63785

ખંભાત તાલુકો
મનુભાઇ હિહોર
મો.9898066180

અન્ય સમાચારો પણ છે...