ચૂંટણીના જોરશોરથી પ્રચાર:ખંભાતના ભાજપના ઉમેદવારના સમર્થનમાં યુવા મોરચાના કાર્યકરોનો વેગવંતો હાઈટેક પ્રચાર; ભાજપનું ચૂંટણી કાર્યાલય ખુલ્લુ મુકાયું

ખંભાત17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખંભાતમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં યુવા મોરચાના કાર્યકરોએ વેગવંતો પ્રચાર શરૂ કર્યો છે. જેમાં સોશિયલ મીડિયા ઉપરાંત ઘેર ઘેર મુલાકાત ખાટલા બેઠક સામેલ છે. ખંભાત તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મયુર રાવલને વિજય બનાવવા મુલાકાત યોજી હતી. જેમાં જુદા જુદા વિસ્તારમાં યુવકોએ ખાટલા બેઠકો અને જન સંપર્કમાં ભાગ લીધો હતો. ગ્રામજનો અને નવયુવાન મિત્રો ખંભાત વિધાનસભા કમળને જંગી બહુમતોથી જીતાડી વિકાસની ગતિને વેગવંતી બનાવવા દ્રઢ નિશ્ચય કર્યો હતો.

તાલુકા પ્રમુખ ભીખાભાઈ પટેલ, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ ભટ્ટ, ખેડા જિલ્લા બેંક વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર અશોકભાઈ વ્યાસ, તાલુકા પંચાયત પ્રમુખ વગેરે આગેવાનો મયુરભાઈ રાવલના પ્રચારમાં જોડાઈ અને આ ચૂંટણી પ્રચારને વેગવંતો બનાવ્યો છે. કાર્યકરોની માંગણી અને લાગણીને લઈ બીજી બાજુ ખંભાત તાલુકાના ધુવારણ ખાતે ભાજપના ચૂંટણી કાર્યાલયને ઉમેદવાર મયુરભાઈ રાવલના હાથે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું

જેમાં કાંઠાગાળા વિસ્તારના અગ્રણીઓ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મયુર રાવલ અને સમર્થકો દ્વારા પ્રાચીન ડોશલી માતાજીના મંદિરે આશીર્વાદ લઇ વિવિધ વિસ્તારોમાં ખાટલા બેઠક અને જન સંપર્ક કરવામાં આવ્યો હતો. આ વિસ્તારના ગ્રામજનો, વડીલો દૃઢ નિશ્ચય સાથે ભાજપના કમળને જંગી બહુમતી સાથે વિજય બનાવવા કટિબદ્ધતા દાખવી હતી. તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના આગેવાનો અને સંગઠનના સૌ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...