પ્રેમલગ્ન બાદ મુશ્કેલીઓ વધી:ખંભાતમાં પ્રેમી સાથે ભાગીને લગ્ન કરનાર યુવતી પર પિયરીયાઓ ત્રાસ આપવાનું શરૂ કર્યુ, ઘરે આવીને હેરાન કરતા, અંતે પરિણીતાએ ફરિયાદ નોંધાવી

ખંભાત3 દિવસ પહેલા
  • લગ્ન બાદ બંને સુરત રહેવા આવી ગયા હતા

પેટલાદની યુવતીને સાથે કામ કરતા યુવક સાથે પ્રેમ થતા તેઓએ પરિવાર વિરુદ્ધ થઈ ભાગીને લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ બંને સુરતમાં આવી રહેવા લાગ્યા. પરંતુ યુવતીના પરિવારજનો યુવતી અને તેના પતિને અવાર-નવાર હેરાન કરતા હતા જેના કારણે યુવતીએ પોતાના પિયરીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પરણીતાના જણાવ્યા પ્રમાણે તેઓ 2018માં પેટલાદ કોલેજ કરતા હતા તે દરમિયાન ઉમંગ સુરેશભાઈ પટેલ રહે ઉંદેલ તેમની સાથે મિત્રતા થતા બંને 2019માં ખંભાતથી સુરત ભાગી ગયેલ અને ત્યાં જઈને બંનેએ હિન્દુ રીતે રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા.પરિણીતાના જણાવ્યા પ્રમાણે, ખંભાતની બાજુમાં ઉંદેલ ગામમાં રહેતા હતા અને ત્યાં મારા પિયર પક્ષના અલગ અલગ માણસો અવર નવર આવીને કોઈના કોઈ બહાના કાઢીને અમારી સાથે ઉંદેલ મુકામે આવી હેરાન પરેશાન કરતા હતા. જેથી હું અને મારા પતિ ચારેક મહિના પહેલા ખંભાત આવી ગયેલા અને મારા પતિ અહીં દાબેલીનો ધંધો કરે છે.

આજરોજ બપોરે મારા પતિ ધંધા ઉપર ગયેલ હોય અને હું ઘરે એકલી જ હતી અને ઘરકામ કરતી હતી. એ દરમિયાન મારા કાકા મોઈનભાઈ સત્તારભાઈ વોરા તથા તેમની સાથે કપડા વેચવા વાળો ફેરિયો જેને હું જો એ ઓળખું છું તથા તેમની સાથે અન્ય બીજા બે ઈસમો મારા ઘરે આવેલા તેથી મારા કાકા સત્તર ભાઈ એ મને કીધું કે તું ઘરે ચાલ જેથી મેં તેઓને જણાવેલ કે મારે હવે ઘરે આવવું નથી જેથી મેં તરત મારા ઘરનો દરવાજો બંધ કરી હું ઘરમાં જતી રહી હતી જેથી મેં તરત મારા પતિને ફોન કર્યો મારા પતિ તરત જ ઘરે આવી ગયા તેથી ચારેય જણાને પૂછ્યું કે તમે અહીંયા કેમ આવ્યા છો જેથી તેમણે જણાવ્યું કે મારી દીકરી છે.

મળવા માટે આવ્યા છે તેમ જણાવતા ચારેવ જણાએ મારા પતિ સાથે ઝઘડો કરવા લાગ્યા મારા પતિએ સ્વ બચાવ માટે સામે મારામારી કરી તેઓ ગમે તેમ અભદ્ર ભાષામાં ગાળો બોલતા હતા અને કહેવા લાગ્યા કે અમારી દીકરી નહીં આવે તો અમે તેને ગમે તેમ કરીને લઈ જઈશું તેમ જણાવી મારા કાકા મારો હાથ પકડી કહેતા હતા કે તારે તો આવું જ પડશે તે જણાવી મારા પતિ સાથે ઝપાઝપી કરવા લાગેલા આ વખતે આજુબાજુના માણસો ભેગા થઈ ગયેલા અને આ ચાર જણાવો ગમે તેમ ગાળો ભૂલી અમોને કહેતા હતા કે આજે તો બચી ગયા છો હવે પછી આવીશું તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી જતા રહેલા જેથી આ વખતે મારા પતિને લઈને આ ફરિયાદ કરવા આવી છું તો આ તમામ વિરુદ્ધમાં કાયદેસર તપાસ થાય તેવી માંગણી કરું છુંપરણીતા એ ખંભાત પોલીસ સ્ટેશન ફરિયાદ કરતા એપીસી કલમ 323, 504, 506 (2 ) 114 મુજબખંભાત પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...