મતદાન જાગૃતિ કાર્યક્રમ:ખંભાત ખાતે વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો; વિદ્યાર્થીઓએ 10 હજાર લોકોનો સંપર્ક કર્યો

ખંભાત9 દિવસ પહેલા

ખંભાત એમ.કોમ કોલેજના વિધાર્થીઓએ મતદાન જાગૃતિ યાત્રા દ્વારા 10 હજાર લોકોનો સંપર્ક કર્યો. ખંભાત કોલેજ કેમ્પસ ખાતે આવેલ શરદ કુમાર હાંસોટી અને મંજુલાબેન હાંસોટી વાણીજ્ય અનુસ્નાતક એમ.કોમ વિભાગના વિદ્યાર્થીઓએ કોલેજના આચાર્ય ડૉ. વશિષ્ઠ દ્વિવેદી દ્વારા મતદાન જાગૃતિ યાત્રા શરૂ કરવામાં આવી. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં મતદાન એ દરેકનો અધિકાર છે.

મતદાન જાગૃતિ યાત્રાના કો-ઓર્ડીનેટર અને એમ.કોમ વિભાગના વડા ડૉ.હસન રાણાએ જણાવ્યું હતું કે, મતદાન જાગૃતિ યાત્રાનો હેતુ લોકો મહત્તમ મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવે એવો છે. વઘુમાં તેમણે જણાવ્યું હતું કે, સશક્ત લોકશાહી માટે મહત્તમ મતદાનએ અનિવાર્ય બાબત છે. અમારી યાત્રા ખંભાત બસ સ્ટેશન, રેવલે સ્ટેશન, દરિયાઈ પટ્ટીના ગ્રામીણ વિસ્તારોમાં જેવા કે પાનદડ, નવી આખોલ, નવાગામ બારા, લુનેજ જૂની આખોલ, સોખડા, તથા અનેક ગ્રામીણ અંતરિયાળ વિસ્તારોમાં ફરીને મતદાન જાગૃતિના કાર્યક્રમ કર્યા. મતદાન થાય એ માટે વિદ્યાર્થીઓ દરેક વ્યક્તિને સમજાવતા હતા.

નવા 40 જેટલા પ્રથમ મતદારોને પણ મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. જ્યારે કેટલાક મતદારો જે મત આપવા નથી જતા તેમને સમજાવી પોતાના પસંદગીના મતદારને મત આપવા રાજી કર્યા હતા. સંસ્થાના સેક્રેટરી ડૉ.બંકિમ ચન્દ્ર વ્યાસ સાહેબે વિદ્યાર્થીઓની આ પહેલને આવકારી હતી. તેમણે વિદ્યાર્થીમાં રહેલા લોકશાહીના મૂલ્યોને બિરદાવ્યા હતા અને એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ યાત્રા દ્વારા જે પણ લોકોને સમજાવવામાં આવ્યા છે એ અચૂક મતદાન કરશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન 10 હજારથી વધારે લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તથા પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા મહત્તમ લોકો મતદાન માટે પ્રેરાય એવો પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમનું સંચાલન એમ કોમ વિભાગના પ્રધ્યાપિકા મિત્તલબેં ગોસ્વામીએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...