ચોર ટોળકી ઝડપાઈ:ખંભાતમાં ચોરીના 27 મોબાઇલ સાથે ત્રણની અટકાયત, પોલીસે રૂ.1,53,000નો મુદ્દામાલ કબજે કર્યો

ખંભાત10 દિવસ પહેલા

આણંદ જીલ્લા પોલીસ અધિક્ષકની સુચના મુજબ ખંભાત સીટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ રાખવા સુચના આપવામાં આવી હતી. ત્યારે પોલીસ પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન ખાનગી બાતમીદારોથી ચોક્કસ ખાનગી બાતમી મળી હતી. જેમાં જણાવા મળયું હતું કે ખંભાત લાલ દરવાજા આગળ જતા ત્રણ ઇસમો ચોરીના મોબાઈલ લઈ જઈ રહ્યા છે.

મોબાઇલ ચોરીના ગુનામાં ત્રણની અટકાયક કરી
બાતમીને આધારે પોલીસે તમામને ઝડપી ચેક કરતા તેઓની પાસેથી 27 જેટલા બીલ વગરના (ચોરીના) મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જેના વિશે પુછ પરછ કરતા ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. સઘન પુછપરછ કરતા તમામ મોબઇલ રાલજ, વત્રા, ડાલી, કલમસર, બાજીપુરા, ખટનાલ, સહિત ખંભાત ગ્રામ્ય વિસ્તારોમાંથી ચોરેલ હોવાની ​​કબુલાત આપી હતી. જેના પરથી પોલીસને મોબાઇલ ચોરીના ગુનામાં ત્રણની અટકાયક કરી હતી.

ઝડપાયેલ આરોપીઓ પાસેથી કુલ 27 જેટલા એન્ડ્રોઇડ મોબાઇલ તથા એક ટેબ-લેટ તથા કિ-પેડ ફોન મળી કુલ રૂ.1,53,000નો મુદ્દામાલ કબજે કરી પોલીસે સી.આર.પી.સી કલમ 41(1) ડી મુજબ ​​​​​​​ચોરીની ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓ

  1. ​​​​​​​ભુરાભાઇ ઉર્ફે લાખો ખુસાલભાઇ ચુનારા વાઘરી (ઉં.વ.22) રહે.બાજીપુરા જેતપુરા સીમ વિસ્તાર
  2. રણજીતભાઇ રમણભાઇ ચુનારા વાઘરી (ઉં.વ.27) રહે.બાજીપુરા જેતપુરા સીમ વિસ્તાર તા.ખંભાત જી.આણંદ
  3. ભાવસિંગ ઉર્ફે ભાવો શાંતુભાઇ ચુનારા વાઘરી રહે. મોરજ કાળકા માતાના મંદિર સામે ખાર વિસ્તારમા તા.તારાપુર જી.આણંદ
અન્ય સમાચારો પણ છે...