તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:મહિલાનું મોત માર મારવાથી થયાનું રીપોર્ટમાં આવતાં હત્યાનો ગુનો દાખલ

ખંભાતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોરેન્સીકમાં માથામાં, છાતીમાં અને પીઠના ભાગે ઇજાઓ થઈ હોવાનું બહાર આવ્યું

ખંભાત તાલુકાના વત્રા ગામે શનિવાર રાત્રે પતિએ પત્નીને મારમારીને મોતને ઘાટ ઉતારી હોવાની આશંકાના આધારે મંગળવારે એસડીએમની હાજરીમાં મહિલાનો મુતદેહ બહાર કાઢયો હતો.ત્યારબાદ પોલીસે ફોરેન્સિક પીએમ માટે મૃતદેહ મોકલી આપ્યો હતો.ફોરેન્સીક રીપોર્ટમાં મહિલાને માથામાં, છાતીમાં તેમજ પીઠના ભાગે ઈજાઓ થવાથી મોત થયાનું બુધવારે મોડી બહાર આવતાં પોલીસે પતિ વિરૂધ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

ખંભાતના વત્રા ગામે શનિવારે નવઘણભાઇ ભીખાભાઇ દેવીપૂજકે પત્ની સમુબેનેને મારમાર્યો હતો. જેમાં તેમનું મોત નિપજયું હતું. ત્યારબાદ ભીખાભાઇએ ગામમાં આવેલા સ્મશાનમાં પત્નીને પુરાવાનો નાશ કરવાના ઈરાદે બારોબાર દફનાવી દીધી હતી.ખંભાત રૂરલ પોલીસ મથકના પીઆઇ આર.એન.ખાંટને જણ થતાં તેઓએ ગુપ્ત રાહે તપાસ કરાવતા આવતાં કંઇક તથ્ય હોવાનું જણાઇ આવતાં જ મંગળવારે બપોરે એસડીએમની હાજરીમાં મરણ જનાર મહિલાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

જેથી મહિલાના મોતનું કારણ જાણવા માટે કરમસદ ખાતે મહિલાના મૃતદેહને મોકલી આપી ફોરેન્સીક પીએમ કરાવતાં મહિલાને માથામાં, છાતીમાં તેમજ પીઠના ભાગે ઈજાઓ થવાથી મોત થયાનો રીપોર્ટ બુધવારે મોડી સાંજે ખંભાત રૂરલ પીઆઈ આર.એન.ખાંટને મળતાં તેઓએ હાલમાં શંકદાર પતી વિરૂધ્ધ હત્યા તેમજ પુરવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...