નિરાશા:ખંભાતના આદિવાસી પરિવાર સરકારની સહાયથી હજુ વંચિત

ખંભાત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢથી પર ફરતાં વટામણ ચોકડી પાસે અકસ્માત થયો હતો

જૂનાગઢની લીલી પરિક્રમા કરી પરત ફરી રહેલા ખંભાતના પરિવારને વટામણ ચોકડી પાસે વારણા ગામ નજીક અકસ્માત થયો હતો. ખંભાતના એક જ આદિવાસી પરિવારના ચાર સભ્યોના દુઃખદ અવસાન થયાં હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે રાજ્ય સરકારે પણ નોંધ લીધી હતી. વધુમાં આ અસરગ્રસ્ત પરિવાર અને માં-બાપ ગુમાવનારા બાળકોની મદદ માટે ધારાસભ્ય મયુરભાઈ રાવલે સરકારમાં રજુઆત કરી હતી. મૃતક દીઠ રૂપિયા ચાર લાખની સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આપવાનો નિર્ણય મુખ્યમંત્રી દ્વારા કર્યો હતો.

પરંતુ આજે પણ આર્થિક વમળમાં ફસાયેલા આદિવાસી પરિવારને કોઈ પણ પ્રકારની નાણાંકીય સહાય ન મળતા નિરાશા વ્યાપી જવા પામી છે.નોંધનીય છે કે, ઘટનાને 1 માસ ઉપરાંતનો સમય વિતી ચુક્યો છે. જેને કારણે ભીલ પરિવાર સહાયની આશાએ બેઠું છે કે ક્યારે સહાય મળશે ? સરકાર અમને ભૂલી તો નહીં જાયને તેવી ભીતિ પણ પરિવારને સતાવી રહી છે.

જોકે, બીજી તરફ સમગ્ર મામલે ધારાસભ્ય મયુર રાવલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, પરિવારના ખાતામાં પડી પડી ગયા છે. જ્યારે મૃતક પરિવારના ભાઈ ઉમેશે જણાવ્યુ હતુ કે નાનો ભાઈ અમદાવાદ સિવિલમાં છે. સહાય માટે ધારાસભ્યને ફોન કરતાં તે ઉપાડતા જ નથી.

અન્ય સમાચારો પણ છે...