ચોરીનો પ્રયાસ:ખેડૂતે પીછો કરતાં તસ્કરો પાંચ મણ ડાંગર દુકાનમાં છોડી ફરાર થઈ ગયા

ખંભાત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખંભાતના પાંદડની ઘટના સંદર્ભે પોલીસે બે ઓળખાયેલા સહિત 4 સામે ફરિયાદ નોંધી

ખંભાત તાલુકાના પાંદડ ગામે ઘરના વાડામાં એકઠી કરેલી ડાંગર ચાર શખસો ઉઠાવી ગયા હતા. જોકે, ખેડૂતે પરિવાર સાથે મળીને તેમનો પીછો કર્યો હતો. જોકે, ચારેય જણાં દુકાનમાં જ ડાંગરના કોથળા મૂકી ફરાર થઈ ગયા હતા. ખંભાત તાલુકાના પાંદડ ગામ સ્થિત મહાદેવ ફળીયામાં 61 વર્ષીય ગગુભાઈ મનુભાઈ ઘુમ્મડ રહે છે. તેમની પાસે 35 વીઘા જમીન છે. જેમાં તેમણે ડાંગર કરી હતી. પંદર દિવસ પહેલાં તેમણે ડાંગર કાપવાનું શરૂ કર્યું હતું. ડાંગર જેમ-જેમ કપાય તેમ-તેમ તેઓ તેને પોતાના ફળિયા નજીક આવેલા વાડામાં લાવી ઢગલો કરતા હતા.

લગભગ 400 મણ જેટલી ડાંગરનો તેમણે ઢગલો કર્યો હતો. આ દરમિયાન ગુરૂવારે મોડી સાંજના સમયે તેમના આ ઢગલામાંથી ચારેક વ્યક્તિઓ કોથળામાં ડાંગર ભરી નીકળ્યા હતા. જોકે, સમગ્ર બનાવની જાણ તેમના પિતરાઈ ભાઈ ભગવતસિંહે કરતા તરત જ ગગુભાઈ, તેમનો ભત્રીજાે ભરત, પ્રવિણસિંહ, દિલીપસિંહ, પ્રતાપસિંહ, ગોવિંદસિંહ વગેરે તરત જ રસ્તા પર પહોંચી ગયા હતા. તેમણે જાેયું તો ચાર વ્યક્તિઓ કોથળો ભરીને જતા હતા. એટલે તેઓ તેમની પાછળ પાછળ ગયા ત્યારે આ લોકો રાજુભાઈ કાળુભાઈ ઓડની દુકાને ગયા હતા.

એટલે આ લોકો પણ તેમની પાછળ અંદર ગયા ત્યારે આ લોકો ત્યાં જ ડાંગર ભરેલો કોથળો મુકી ફરાર થઈ ગયા હતા. તપાસ દરમિયાન, શખસો નવઘણ કરમણ ભરવાડ, લાલા ભોપા ભરવાડ તથા બીજા બે વણ ઓળખાયેલા ઈસમો તેમની સાથે હતા. ગગુભાઈએ દુકાનમાં જઈને જાેયું તો રાજુભાઈ ઓડનો દિકરો અંદર બેઠો હતો. તેની હાજરીમાં કોથળા ખોલીને જાેતા તેમાં પાંચ મણ જેટલી ડાંગર ભરેલી હતી. આ મામલે ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...