જિલ્લા કલેકટર સ્ટ્રોંગ રૂમની મુલાકાતે:ખંભાતમાં ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની હાજરીમાં સ્ટ્રોંગ રૂમનું સિલ ચેક કરી ખાતરી કરાઈ

ખંભાત20 દિવસ પહેલા

પાચમી ડિસેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને સરકારી તંત્ર એલર્ટ મોડ ઉપર છે. લોકશાહીમાં આમ આદમીની ઈચ્છા પૂર્તિની લોકશાહી એટલે પારદર્શી ચૂંટણી.

આગામી વિધાનસભાની પાંચમી ડિસેમ્બરે યોજાનાર છે. જે ચૂંટણી શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે લોકોને પોતાનો ઉમેદવાર ચૂંટવાનો અધિકાર મત દ્વારા મળેલ છે. તે અધિકારને અબાધિત રાખવા અને મશીનો દ્વારા પોતાનો મત આપી શકે તે માટે આજરોજ કન્ટેનરમાં આવેલા ઇ.વી.એમ.મશીનોને ખંભાતના પ્રાંત અને ચૂંટણી અધિકારી નિરુપમા ગઢવીએ શહેરના રાજકીય અગ્રણીઓને હાજર રાખી આવેલા મશીનોના સિલ ચેક કર્યાં હતાં. રાજકીય અગ્રણીઓની હાજરીમાં વાઘેલા હાઇસ્કુલના નટવરલાલ હોલમાં ઈ.વી.એમ મશિન મૂકી સીલબંધ લોક લગાવી પોલીસની નિગરાની નિયુક્ત કરવામાં આવી છે.

કલેકટર ગોહિલ સાહેબે લોકોને નમ્ર અપીલ કરી હતી કે, આ લોકશાહીનું પર્વ છે તે લોકો ખૂબ ઉત્સાહથી મનાવે છે. જે દિવસે મતદાન છે તે, દિવસે લોકો ખૂબ ઉત્સાહભેર મતાધિકારનો ઉપયોગ કરે અને આ આખી ચૂંટણીની પ્રક્રિયા શાંતિમય માહોલમાં પસાર થાય તેવી આમ જનતાને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...