ગામના સરપંચો કામે લાગ્યા:વટાદરાના સરપંચે ઢંઢેરો પીટાવી દેશી કે ઈંગ્લીશ દારૂ ગામમાં લાવવા કે વેચવા પર પ્રતિબંધ ફરમાવ્યો

ખંભાત15 દિવસ પહેલા
  • દેશી દારૂ ગાળનારને ગામમાં જાહેરમાં સજા કરવામાં આવશે.
  • ગામને વ્યસનમુક્ત અને નિરોગી બનાવવા હાકલ કરવામાં આવી

બરવાળાના રોજીદ ગામના લઠ્ઠાકાંડને કારણે 65 ઉપરાંત લોકોના મોત નિપજતા સમગ્ર ગુજરાતમાં લઠ્ઠાકાંડને લઈને હાહાકાર મચી ગયો છે. સરકાર અને પ્રશાસન સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે કે ગુજરાતમાં દારૂબંધી છે તો પછી આ દારૂ આવે છે ક્યાંથી. તેવા સરકારને ચારેબાજુથી સવાલ થઈ રહ્યા છે. જોકે સરકારના પોલીસ વિભાગની રહેમ નજર સિવાય આ બની જ ન શકે એટલે હવે પોલીસ વિભાગ ઉપર ભરોસો ન રાખી ગામના સરપંચો હવે કામે લાગ્યા છે.

ખંભાત તાલુકાના વટાદરા ગામના સરપંચે ગામમાં દેશી કે વિદેશી દારૂ લાવવા કે વેચવા ઉપર પ્રતિબંધ મુકવા જાહેરમાં ઢંઢેરો પીટાવી જાહેર કર્યું કે જે લોકો આવું કરતા પકડાશે તેમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દંડ પણ કરાશે. તે સાથે તેમણે ગામને વ્યસનમુક્ત અને નિરોગી બનાવવા માટે લોકો ને અપીલ કરી નવતર પ્રયોગ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...