ખંભાત તાલુકાના સાયમાં ગામમાં ગોચરની જમીન ઉપર બનાવેલું ગેર કાયદેસર કાચું બાંધકામ અને ચાર વિધા જમીન ઉપર ઉગાડેલા તમાકુના પાક ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ટ્રેક્ટર ફેરવી દેતા એક સમયે વાતાવરણ ભારે ઉગ્ર બન્યું હતું. અફરા તફરીનો માહોલ બની જવા પામ્યો હતો.
સરકાર માટે ગોચરની જમીન ઉપરના ગેર કાયદેસર દબાણો માથાના દુઃખાવા સમાન બની ગયા છે. ત્યારે આજે ખંભાત તાલુકાના સાયમાં ગામે મોટી ક્યારી તરીકે ઓળખાતા વિસ્તારમાં રેવન્યુ સર્વે રેકડ ઉપરના સર્વે નંબર 511 અને 518 ઉપર ગેર કાયદેસર રીતે ગામના જ એક ઈસમે બનાવેલું કાચું બાંધકામ તોડી પડાયું હતું. તે સાથે ચાર વીઘા જમીનમાં ઉગાડેલા તમાકુના પાક ઉપર પણ ટ્રેક્ટર ફેરવી દબાણ હટાવાયુ હતું.
જોકે આ વિવાદાસ્પદ ગોચર ના દબાણ બાબતે ચાલુ સરપંચ પૂર્વ સરપંચ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પૂર્વ સરપંચે મનસ્વી રીતે જમીન આપી હતી. જેનો અમે કાયદેસર વિરોધ કરી સરકારમાં રજૂઆત કરતા સરકારના જવાબદાર અધિકારીની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી ગેર કાયદેસર કાચું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. ચાર વીઘા જમીનમાં ઉગાડેલા તમાકુના પાકને પણ નસ્ટ કરવામાં આવ્યો છે. જોકે દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન દબાણ કરતા ઇસમ દ્વારા ભારે ઉગ્ર વિરોધ કરતા એક સમયે વાતાવરણ ભારે ઉગ્ર બની જવા પામ્યું હતું. જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેર કાયદેસર દબાણ દૂર કરી દીધું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.