ખંભાત બેઠક પર નવા-જૂનીના એંધાણ!:ભાજપના સક્રિય કાર્યકર અમરસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો

ખંભાત3 મહિનો પહેલા

ખંભાતમાં ભાજપા પાર્ટી દ્વારા મયુર રાવલને ટિકિટ ફાળવતા ભાજપના કાર્યકરોમાં નારાજગી વ્યાપી છે. ખંભાતમાં વર્ષોથી ભાજપાના સક્રિય કાર્યકર્તા અને ક્ષત્રિય સમાજમાં આગવું નામ ધરાવતા વકીલના વ્યસવાય સાથે જોડાયેલા તેમજ ઉંદેલના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અમરસિંહ ઝાલાએ ભાજપા સાથે છેડો ફાડી અપક્ષમાં ઉમેદવારી કરતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે.

મયુર રાવલથી પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી: અમરસિંહ ઝાલા
આ અંગે ભાજપાના સક્રિય કાર્યકર અમરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ખંભાત શહેરમાં પ્રજા સાથે સંપર્કમાં રહું છું. પ્રજાના મૂડ પ્રમાણે વાત કરું તો મયુર રાવલથી પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. સવારે ખંભાતની પ્રજાને એક ગ્લાસ લેશમાત્ર મીઠું પાણી મળતું નથી. ખંભાતની પ્રજા માટે અને સાચા વિકાસ, પ્રજાના કાર્યો કરવા તેમના પ્રશ્નોના નિવારણ માટે હું અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડીશ.

અન્ય સમાચારો પણ છે...