ખંભાતમાં મિત્રની પત્ની પરજ દુષ્કર્મ:શખ્સે મોબાઈલ લઈ આપવાની લાલચ આપી ફસાવી હતી; પોલીસે કલમ 376  હેઠળ ગુનોં નોંધ્યો

ખંભાતએક મહિનો પહેલા

ખંભાત પોલીસે પતિના મિત્ર વિરુદ્ધ ખંભાત શહેરના એક ગામમાં રહેતા શખ્સે મિત્રની પત્નીની સાથે આંખો મળી જતાં તેમજ નવો મોબાઈલ લઈ આપવાની લાલચ આપી દુષ્કર્મ ગુજારતાં સમગ્ર મામલો ખંભાત શહેર પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
મોબાઈલ લઈ આપવાની લાલચ આપી
ખંભાત પોલીસે પતિના મિત્ર વિરુદ્ધ ખંભાત શહેરના એક ગામમાં રહેતા શખ્સે મિત્રની પત્નીની સાથે આંખો મળી જતાં તેમજ નવો મોબાઈલ લઈ આપવાની લાલચ આપી દુષ્કર્મ ગુજારતાં સમગ્ર મામલો ખંભાત શહેર પોલીસ મથકે પહોંચ્યો હતો. આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાતમાં રહેતાં જયેશ રાઠોડ નામના વ્યક્તિએ તેના મિત્રની પત્ની સાથે આંખો મળી હતી. જેને કારણે છેલ્લા દોઢ બે માસથી બંને જણા એકબીજાને મળતાં હતાં અને પરિચયમાં હતાં.
ખાનગી ગેસ્ટ હાઉસમાં લઈ ગયો
​​​​​​​
દરમિયાન પણિતાનો મોબાઇલ બગડી જતાં શખ્સે તેને નવો મોબાઈલ લઈ આપવાની લાલચ આપી હતી. ખાનગી ગેસ્ટ હાઉસ ખાતે લઈ જઈ શખ્સે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું. આ અંગેની જાણ પરણીતાના પતિને થતાં તેણે ખંભાત પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કલમ 376 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. વધુમાં ખંભાત પોલીસે જણાવ્યું હતું કે, દુષ્કર્મના આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી પરણીતાને પૂરેપૂરો ન્યાય મળે તેવી કલમો હેઠળ ગુનોં નોંધવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...