ભાજપા શાસિત ખંભાત નગરપાલિકામાં એક પછી એક પૂર્વ પ્રમુખના કૌભાંડો સામે આવી રહ્યા છે.તાજેતરમાં પૂર્વ પ્રમુખે 22 જેટલા સગાવ્હાલાઓ, મળતીયા, કાઉન્સીલરોની ભરતી કૌભાંડ છાપરે ચડી પોકાર્યું હતું. હવે ભાજપાના જ પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાયના શાસન હેઠળ ત્રબાવટી કોમ્પ્લેક્ષની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યા માટે બે ઈસમો સાથે સાંઠગાંઠ કરી નિયમોને નેવે મૂકી આર્થિક લાભ ખાટવા કટકી કરવા હેતુસર ખોટા ઠરાવો કર્યાનો ઘટસ્ફોટ થયો છે.
જે ખુલ્લી જગ્યા બે ઈસમોને આપી હતી એ જ ખુલ્લી જગ્યા પર ગેરકાયદેસર દબાણો કરવામાં ઘટસ્ફોટ થયો છે.હાલ તો શહેરમાં ભાજપા પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાયે આવા ખોટા ઠરાવો કરી મોટો વ્યવહાર થયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પાલિકાના ઠરવા નં-575માં તા 18/12/2020થી સી.સ. નંબર - 2/4864 તથા 2/486૬ વાળી ખંભાતના પ્રેસ રોડ પર બાંધવામાં આવેલ ત્રબાવટી કોમ્પ્લેક્ષની ગ્રાઉન્ડ ફ્લોર પરની 15 તથા ફર્સ્ટ ફ્લોરની16 થી 31 દુકાનો માસિક લાયસન્સ આપવા બાબતની શરતો નક્કી કરી આવી હતી.
જે ઠરાવ નંબર-17 જનરલ બોર્ડ 31/1/2020ના રોજ મંજુર થયો હતો. ત્રબાવટી કોમ્પ્લેક્ષની દુકાનોની હરાજી કરાઈ હતી.પરંતુ આ કોમ્પ્લેક્ષની આડમાં ઉત્તરમાં આવેલી ખુલ્લી જગ્યા માટે તમામ ઠરાવો માન્ય રાખી કોઈ પણ જાતની કાર્યવાહી કર્યા સિવાય પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાયે મોટો વ્યવહાર કરી મતીન યુનુસભાઈ વ્હોરા, ઈરફાન ઉસ્માનભાઈ વ્હોરામાં જાહેર હરાજીમાં ભાગ લીધો હોવાના બતાવીને ઠરાવો કર્યા હતા.
લાયસન્સ ફી સાથે કરાર પણ ખુલ્લી જગ્યા બાબતે કરવામાં આવ્યો હતો. તમામ ઠરાવો, હરાજી પ્રોસીડિંગ જાહેર હરાજીની જાહેરાતો, લાયસન્સ કરારની તલસ્પર્શી અભ્યાસ સ્પષ્ટ જણાઈ આવ્યું હતું કે, ત્રંબાવટી કોમ્પ્લેક્ષની ઉત્તરમાં આવેલી ખુલ્લી જગ્યાની જાહેર હરાજી કરવાની છે. તેનો કે શરતોનો કોઈ જ ઠરાવ એ.ક.ઠરાવ નંબર-579 1/2/2020ના રોજ કરવામાં આવ્યો તે અગાઉ ક્યારેય કરવામાં આવેલો નથી.
ભાજપાના જ પૂર્વ પ્રમુખ દ્વારા ખોટી કાર્યવાહી કરી મતીન યુનુશભાઈ વ્હોરાને અંગત લાભ આપવા માટે તમામ નિયમોની અવગણના કરી ગેરકાયદેસરની કાર્યવાહી કરી છે. ગતરોજની પાલિકા બોર્ડ બેઠકમાં ખુલ્લી જગ્યા બાબતે થયેલ ઠરાવો,જનરલ બોર્ડના ઠરાવો, ખંભાત નગરપાલિકા અને મતીન વ્હોરા વચ્ચે થયેલ લાયસન્સ કરાર તમામ ને ગેરકાયદેસર ગણી રદ કર્યા છે.આ ઉપરાંત ખુલ્લી જગ્યા પર ગેરકાયદેસર દબાણો ગણી કાર્યવાહી કરવા જણાવ્યું છે.
ઠરાવ કરનાર ભાજપાના પૂર્વ પ્રમુખ અને ઠરાવ રદ કરનાર પણ ભાજપાના જ પ્રમુખ
વર્ષ-2020માં રેકર્ડ સાથે ચેડાં કરી ભાજપાના જ પૂર્વ પ્રમુખે ઠરાવો બોર્ડ બેઠકમાં મંજુર કર્યા હતા.ત્યારે પણ કોંગ્રેસ પાર્ટીએ સખત વિરોધ કર્યો હતો.ગતરોજની બોર્ડ બેઠકમાં એજ ખુલ્લી જગ્યા માટેનો ઠરાવ ભાજપાના વર્તમાન પ્રમુખ દ્વારા રદ કરવામાં આવ્યો છે.
આવા ગંભીર ગેરરીતિ ભ્રષ્ટાચાર કરનાર ભાજપાના પૂર્વ પ્રમુખની તેમજ કર્મચારીઓ અને મળતીયાવો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા નગર પાલિકા નિયામક ને ફરિયાદ કરવાની તજ વીજ હાથધરી છે.> ખુશમનભાઈ પટેલ, નગર પાલિકા, કાઉન્સિલર, કોંગ્રેસ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.