તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભણતર સાથે ગણતર:શિક્ષકોએ ફંડ ઊભું કર્યું જેથી ગરીબ બાળકોનો અભ્યાસ છૂટે નહીં, 5.18 લાખ રૂપિયા ફી ભરી

ખંભાત12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના મહામારીના કારણે બાળકોના ભવિષ્યને અસર થાય નહીં એ માટે ખંભાતની સ્કૂલના શિક્ષકોનો અનોખો શિક્ષણ યજ્ઞ
 • 600 શૈક્ષણિક વીડિયો બનાવ્યા, માતા-પિતા વિનાનાં બાળકોને વિનામૂલ્યે ભણાવે છે

કોરોનાની મહામારી દરમિયાન બાળકોના શિક્ષણને લઈને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવે છે ત્યારે ખંભાત-તારાપુર, સોજીત્રાની એક સ્કૂલમાં બાળકોનું ભણતર બગડે નહીં એ માટે અનોખો શિક્ષણ યજ્ઞ ચાલી રહ્યો છે. કોરોનાકાળમાં આર્થિક રીતે નબળા પરિવારના બાળકો ફી ભરી શકે એમ નહોતા એટલે સ્કૂલના શિક્ષકોએ જાતે ફંડ ઉભું કર્યું અને એમાંથી ગરીબ પરિવારના બાળકોની 5.18 લાખ રૂપિયાની ફી ભરી હતી. એટલું જ નહીં અંતરિયાળ ગામના બાળકો ભણતા રહે એ માટે સ્કૂલના શિક્ષકોએ 600થી વધારે શૈક્ષણિક વીડિયો બનાવીને બાળકો સુધી પહોંચતા કર્યા હતા.

આ અંગે કન્વીનર શિક્ષક અલ્પેશભાઇ પરમારે જણાવ્યુ હતું કે,શાળાના શિક્ષકો છેલ્લા ૨૪ વર્ષથી વિધાર્થી સહાયક પ્રવૃત્તિ ચલાવે છે.જેમાં બાળકો,દાતાઓનો પણ સંપૂર્ણ સહયોગ મળ્યો છે.દરેક શિક્ષકે 11 હજારનું પ્રારંભિક દાન આપી ફંડની સ્થાપના કરી.આજ સુંધીમાં 2400 થી વધુ બાળકોને સહયોગી રાશિ આપી છે.શાળાએ અધવચ્ચેથી અભ્યાસ છોડતા બાળકોની જરૂરિયાતો પૂર્ણ કરી સમાજમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ અંગે ધો.૧૨ના વિદ્યાર્થી મુન્ફરીદ શેખે જણાવ્યું હતું કે, અમારી શાળા ક્યારેય અમને કોઈ જ વસ્તુથી વંચિત રાખતી નથી.ફી,પુસ્તકો,નોટબુક,દફ્તર ઉપરાંત કેટલાક કિસ્સાઓમાં મેડિકલ સહાય પણ આપી છે.

આ અંગે આચાર્ય રોહિતભાઈ સુથારે જણાવ્યું હતું કે,અમે સેવાની સાથે ઉત્તમ શિક્ષણ આપીએ છીએ.છેવાડાના ખંભાતમાં અભાવગ્રસ્ત વિસ્તારમાથી ભલે બાળકો આવે છે પણ શાળા જિલ્લા અને રાજ્ય કક્ષાએ બોર્ડ પરિણામોમાં હંમેશા અવ્વલ રહી છે.જરૂરિયાતમંદ બાળકોને તમામ સુવિધાની પ્રથા છેલ્લા 17 વર્ષથી ચાલે છે. ચાલુ વર્ષે ભાલ પંથકના અંતિયાળ વિસ્તારમાંથી ૬૪ જેટલી દીકરીઓને પ્રવેશ આપ્યો છે. શાળામાં ૮૪ જેટલા માતાપિતા વિનાના બાળકોને તમામ સગવડ શાળામાંથી આપવામાં આવી છે.અમે આવા બાળકોને નિ:શુલ્ક શિક્ષણ આપીએ છીએ.જે માટે શિક્ષકો,વિધાર્થીઓ અને દાતાઓ ખભે ખભા મિલાવી કામ કરે છે.

બાળકો જ નહીં એમના પરિવારને પણ મદદ
શિક્ષક શૈલેશ રાઠોડે રાજયપાલ એવોર્ડની રકમના 51,000/-રૂપિયા ગરીબ બાળકોના શિક્ષણ માટે આપી દીધા હતા. આ ઉપરાંત પણ પગારમાંથી બાળકોને મદદ પહોંચાડવામાં આવે છે. તેમના પરિવારજનોને મદદરૂપ થવા અનાજની કીટ સહિતનું વિતરણ કરવામાં આવે છે. -રોહિત સુથાર,આચાર્ય

હોેટલ-ચાની લારી પર કામ કરતા બાળકોને ભણાવવાનું શરૂ કર્યું
રાજયપાલ એવોર્ડ વિજેતા શૈલેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે,છેવાડાના ગામોમાંથી દીકરીઓ ભણવા આવે તે માટે ગ્રામજનો અને સરપંચનો સહકાર મેળવીએ છે. અધવચ્ચેથી શિક્ષણ કાર્ય છોડી દે છે તેવી 112 દીકરીઓને અમે ભણાવીએ છે. અમે હોટેલ અને ચાની લારીઓ ઉપર કામ કરતા બાળકોની યાદી તૈયાર કરી શિક્ષકોને આપી છે અને આ બાળકોને ભણતા કરવા પણ અભિયાન શરુ કર્યું છે.જો કોઈ બાળક અધવચ્ચેથી અભ્યાસ છોડે તો અમે તેને અને તેના વાલીને સમજાવી શિક્ષણમાં પાછા જોડીએ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો