ખંભાતમાં વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ:તારાપુર તાલુકાના 86 કરોડના કામોનું ઇ-લોકાર્પણ અને 77 કરોડના કામોનું ઇ-ખાતમુર્હુત કરાયું

ખંભાત16 દિવસ પહેલા

ખંભાત માર્કેટયાર્ડ ખાતે યોજાયેલા ખંભાત પ્રાંતકક્ષાના કાર્યક્રમ દરમિયાન 'વિશ્વાસથી વિકાસ યાત્રા' વિવિધ યોજનાકીય કામગીરી દ્વારા સામાજીક અને આર્થિક પ્રગતિ ઉજાગર કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત ધારાસભ્ય મયુરભાઈ રાવલના હસ્તે તારાપુર તાલુકાના જુદા જુદા ગામે 86 કરોડના 37 કામોનું ઇ-લોકાર્પણ તેમજ 77 કરોડના 64 કામોનું ઇ-ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

જિલ્લા વિકેન્દ્રિત આયોજન, 15મું નાણાંપંચ યોજના (તાલુકા કક્ષા,ગ્રામ્ય કક્ષા), ધારાસભ્ય ફંડ, એટીવીટી યોજના, વિવેકાધીન યોજના અંતર્ગત તારાપુર તાલુકાના બુધેજ, આદરૂજ, માલપુર તારાપુર, જીચકા, મોભા, ચીખલીયા, ખડા, ખાખસર, વલ્લી, ગલિયાણા, કાનાવડા ગામમાં ગટરલાઇન, રસ્તાના કામ, પીવાના કામ, આરોગ્યને લગતા સુવિધાના 37 જેટલા કામો 86 કરોડના ખર્ચે પ્રજાને લોકાર્પણ કરાયા છે. જ્યારે નભોઈ, ગલિયાણા, ખાખસર, મોભા, જલ્લા, પાદરા, મહિયારી, તારાપુર, જાફરાબાદ, જીચકા, ઇસનપુરા, સાઠ, મોરજ, વાળંદાપુરા, કસ્બારા,દુગારી, રીંઝા, ખાખસર ભંડેરજ, ચાંગડા, પાદરા, ઇસરવાડા, ખાનપુર, મોટા ક્લોદરા,મિલરામપુરા, ચાંગડા, ખડા, ગોરાડ, સહિતના ગામોમાં 77 કરોડના ખર્ચે 64 કામોનું ઇ-ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન પ્રાંત અધિકારી નિરૂપમા ગઢવી, મામલતદાર મનુભાઈ હિહોર, ખંભાત ધારાસભ્ય મયુરભાઈ રાવલ, ખંભાત તાલુકા પંચાયત પ્રમુખ-હર્ષદસિંહ સિંધા, તારાપુર તાલુકા પંચાયત પ્રમુખ-વિજયભાઈ ભરવાડ, ખંભાત એપીએમસી ચેરમેન-સંજયભાઈ પટેલ, શહેર ભાજપા પ્રમુખ-પિનાકીન બ્રહ્મભટ્ટ, તાલુકા વિકાસ અધિકારી-એ.પી.મોદી, ખંભાત- તારાપુર મામલતદાર કચેરી સ્ટાફ, સહિત માર્ગ અને મકાન વિભાગના અધિકારી સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચ-ઉપસરપંચ, સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...