ભાસ્કર વિશેષ:વિદ્યાર્થીઓ 3 હજાર રાખડી વેચી આવક સૈન્યના ફાળામાં આપશે

ખંભાત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​ખંભાત કોલેજના એમ કોમના 100 જેટલી વિદ્યાર્થીઓનો 5 દિવસીય રાખી મેકિંગ વર્કશોપ

ખંભાત કોલેજ ખાતે આવેલ શરદ કુમાર હાં સોટી અને મંજુલાબેન હાં સોટી વાનીજ્યા અનુસ્નાતક ભવન એમ કોમ ના વિભાગીય વડા ડૉ હસન રાણા ના માર્ગદર્શન હેઠળ આઝાદી નો અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગ રૂપે એક પાંચ દિવસીય ‘રાખી મેકિંગ’ વર્ક શોપ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે 100 જેટલા વિદ્યાર્થીઓ એ જુદા જુદા રંગ અને આકાર ની 3000 ઉપરાંત રાખડીઓ બનાવી હતી.

આ પ્રસંગે વિગતે માહિતી આપતા આચાર્ય વશિષ્ઠ મુનિએ જણાવ્યું હતું કે સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોમર્સ ના વિદ્યાર્થીઓ ને વેપાર કેવી રીતે થાય તેનું પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે હેતુ થી આયોજન કરાયું હતું. વિદ્યાર્થી કાચા માલની ખરીદી, બજારની હરીફાઈ, વસ્તુ ની ગુણવત્તા, ગ્રાહક નો સંતોષ, વસ્તુ ની મૂલ્ય વૃદ્ધિ , વસ્તુ નું વેચાણ અને નાણાકીય પત્રકોનો ખ્યાલ આવી શકશે.

ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ ના સેક્રેટરી ડૉ. બંકિમ ચંદ્ર વ્યાસ સાહેબે જણાવ્યું કે વિદ્યાર્થી કોમર્સે ની થીયરી તો ભણે છે પણ આવી પ્રવૃતિ દ્વારા ધંધા ને સારી રીતે સમજી શકે છે ઉપરાંત આવા માઇક્રો ફાઇનાન્સ ના કામો થકી ઘરે બેઠા થોડું થોડું કામ કરી પોતાના પરિવાર ને મદદ રૂપ બની શકે છે.

તેમણે ઉમેર્યું હતું કે વિદ્યાર્થી દ્વારા વેચાણ કરેલ રાખડીઓ ની કુલ આવક ને ભારતીય સૈન્ય ફાળા માં દાન આપી રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવશે. આ પ્રસંગે શહેર પી એસ આઈ દેસાઈ, મહેન્દ્ર સિંહ વગેરે દ્વારા વિદ્યાર્થીઓ ની આ પ્રવૃત્તિ ને બિરદાવવામાં આવી હતી.

દેસાઈ જણાવ્યું હતું કે આવી પ્રવૃતિ થકી વિદ્યાર્થી ની રાષ્ટ્ર ભાવના પ્રબળ બને છે જે તેમજ બધા ધર્મ અને સમાજના લોકો સાથે મળી કામ કરતા હોય નગરમાં ભાઈચારા અને એકતા જળવાઈ રહે છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સિનિયર પ્રોફેસર ભીખુભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ નું સંચાલન પ્રા. મિત્તલ ગોસ્વામી અને અધ્યાપક જીજ્ઞેશ વેગડા એ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...