ખંભાતમાં તસ્કરો સક્રિય બન્યાં:વોહરવાડ વિસ્તારમાં બંધ મકાનનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર

ખંભાત25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખંભાત વ્હોરવાડ વિસ્તારમાં કુટુંબીજનો બહાર ગામ ફરવા ગયા હતા. તે દરમિયાન મોકો જોઈ તસ્કરોએ ત્રાટક્યાં હતા અને મકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેસી કબાટો તોડી લોકર તોડી જેમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે ખંભાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગત 11 તારીખના રોજ ખંભાતના વ્હોરવાડ વિસ્તારમાં રહેતા મોહમ્મદ અસ્પાક મોહમ્મદ તાહિર તેઓ ફેમિલી સાથે બહાર ગયેલ હતા. તેમના મકાનમાં ચોરે ઘરનો દરવાજો તોડી ઘરમાં ઘૂસી ગઈ મહંમદ અશફાકભાઈના બેડરૂમમાં જઈ કબાટો તોડી લોકર તોડી જેમાં તેમના પત્નીના સોના ચાંદીના દાગીના સહિત આશરે રૂપિયા એક લાખ ઉપરની રકમના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેની અંદર સોનાની એક તોલા ચેન, પાંચ નંગ સોનાની બુટ્ટી, સોનાની બે બંગડીઓ, એક નંગ નાકની ચુની, ચાંદીના પાંચ સિક્કા જેની કિંમત 10,000 રૂપિયા તેમજ રોકડ એક લાખ રૂપિયા ઉપરની રકમની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ખંભાત પોલીસને જાણ કરતા ખંભાત પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...