ખંભાતમાં અમિત શાહે સભા સંબોધી:કહ્યું- ચૂંટણી આવતા જ કોંગ્રેસે નવા કપડાં સિવડાવ્યાં; સભામાં મયુર રાવલે મતદારોની માફી માંગી

ખંભાત8 દિવસ પહેલા

આણંદજિલ્લા ખંભાતમાં ભાજપના ઉમેદવાર મયુરભાઈ રાવલના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહએ જાહેર સભા સંબોધી હતી. અમિત શાહ સભા દરમિયાન કોગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

મયુર રાવલે ખંભાત વિધાન સભાનાં મતદારોની માફી માંગી
ખંભાતના ચગડોળ ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સભામાં સંબોધન દરમિયાન કોંગ્રેશ સહીત તમામ રાજકીય પાર્ટીઓને આડેહાથ લીધી હતી. ખંભાતના ભાજપના ઉમેદવાર મયુર રાવલે મંચ ઉપરથી લોકોની માફી માગી હતી. ચૂંટણી પહેલા ખંભાત ભાજપના કાર્યકરો તેમજ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જે રોશને ખાળવા જાહેર સભામાં મયુરભાઈ રાવલે ખંભાત વિધાન સભાનાં મતદારોની માફી માંગી હતી.

કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા
ખંભાત આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું- હું ખંભાત આવ્યો છું. ખંભાત પહેલા બંદર હતું. જ્યાંથી પહેલા ગુજરાતી વ્યાપારીઓ વ્યાપાર કરતા હતા. ખંભાત વાળા ભાજપ માટે કોઈ દિવસ પાછા નથી પડ્યા. ચૂંટણી આવતા જ કોંગ્રેસે નવા કપડાં સિવડાવ્યાં છે. કોંગ્રેસનું કામ બોલ છે, કઈ રીતે બોલ છે? તમે સત્તા પર જ નથી, તો કામ કઈ રીતે કર્યા જેવા આકરા પ્રહારો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...