પેરોલ પર બહાર આવેલો આરોપી ફરાર:ખંભાતમાં દુષ્કર્મનો આરોપી પેરોલ જમ્પ કરી ફરાર; જેલરે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરી

ખંભાત16 દિવસ પહેલા

ખંભાત તાલુકાના બાજીપુરા ગામમાં રહેતો આરોપી કિશોરીને ભગાડી દુષ્કર્મના કેસમાં જેલ ભોગવતો ઈસમ દસ દિવસની રજા પર બહાર આવ્યા બાદ ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. આ અંગે જેલરે ખંભાત રુલર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાતમાં દુષ્કર્મનો આરોપી પેરોલ જમ્પ કરી ફરાર
વડોદરા મધ્યસ્થ જેલના જ્યુડિશિયલ જેલર બી.આર પરમારે ખંભાત રૂલર પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, વડોદરા જેલમાં સજા ભોગવતા પાકા કામના કેદીની હાઇકોર્ટના આદેશ મુજબ 8મી સપ્ટેમ્બર 2022ના રોજ દસ દિવસની પેરોલ રજા મંજૂર કરવામાં આવી હતી. જેથી તેને પેરોલ પર રજા પર મુક્ત કર્યો હતો. દસ દિવસ બાદ પણ તે હાજર થયો નહોતો. ત્યારે આરોપીએ 2014માં કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી ભગાડી જઈને દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં તેને દસ વર્ષની કેદ તથા દંડ ફટકારવામાં આવ્યો હતો. આથી વડોદરા જેલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તે જેલ પેરોલ જમ્પ કરી જતા ખંભાત રુરલ પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...