નવાબી નગર ખંભાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે અને નગરજનો વિકાસને વેગ આપવા અને સારી સવલતો મળી રહે તે માટે ખોબલે ખોબલે મત આપી રહ્યા છે. પણ ચોમાસામાં નગરજનોની આ આશા ઠગારી નીવડી છે અને વિકાસની વાતો કરતા શાસકોની પોલ ખુલી જવા પામી છે. હાલમાં પડી રહેલા સામાન્ય વરસાદમાં પણ ખંભાતમાં પાણી ભરાય જાય છે, તો આ વિસ્તારના રોડ સાવ તૂટી ગયા છે.
પ્રાંત અધિકારીની ઓફીસ આગળ જ રોડ તૂટી ગયો
ચોંકાવનારી બાબત તો એ છે કે ખંભાતમાં નાગરિક સુવિધા અને કાયદો વ્યવસ્થા ગુડ ગવર્ન્સની જવાબદારી સાંભળતા પ્રાંત અધિકારીની ઓફીસ આગળ જ રોડ તૂટી ગયો છે. તો રૂરલ પોલીસ સ્ટેશન આગળ જવાના રોડ ઉપર જ પાણી ભરાય જવાથી આ બન્ને મુખ્ય કચેરીની જ આવી હાલત હોય તો બીજા વિસ્તારોની માટે શાસકો કેવું ધ્યાન આપતા હશે એ લોકો માટે પ્રશ્ન બની રહ્યો છે. જોકે હાલમાં તો સામાન્ય વરસાદમાં પણ ખંભાત આવી સ્થિતિ બની જતા ખંભાતનો વિકાસ સાવ ધોવાઈ ગયોનું ચિત્ર ઉપસી રહ્યું છે.
પાણી ભરાવાના કારણે અવરજવર કરનારો રાહદારીઓને મુશ્કેલી
શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઘણી બધી જગ્યાઓ પર વરસાદના કારણે પાણી ભરાવાના કારણે ઠેર ઠેર ખાડાઓ તેમજ ભુવાઓ પડવા લાગ્યા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ખંભાત શહેરના હાર્દ સમા વિસ્તાર એસ.ટી ડેપો તેમજ અકબરપુરનાકા પર પાણી ભરાવાના કારણે અવરજવર કરનારો રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પ્રીમોન્સુનની કોઈ કામગીરી ન હોવાના કારણે ખંભાતની પ્રજાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.