ગ્રામજનોમાં ખુશીનો માહોલ:ગુજરાત સરકાર દ્વારા ખંભાત તાલુકાના જીણજ ગામને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અનમોલ ભેટ

ખંભાત2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાતના જીણજ ખાતે નવા પ્રાથમિક આરોગ્ય સેન્ટરને મંજૂરીની મહોર વાગતા ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ. આ અંગે આણંદ જિલ્લા આરોગ્ય અધિકારી મેઘા મહેતાના જણાવ્યા મુજબ ખંભાત તાલુકાના ઝીણજ ગામે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના જીણજ મુકામે નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવે છે. આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા ટૂંક સમયમાં જ કામગીરી હાથ ધરવામાં આવશે. નવા આરોગ્ય કેન્દ્રને મંજૂરી મળતા જીણજ તથા આસપાસના ગામના લોકોને ખંભાત તથા તારાપુરના આરોગ્ય સેવાઓ માટેના ધરમ ધક્કાનો અંત આવશે અને લોકોને પ્રાથમિક આરોગ્ય લક્ષી સારવાર પ્રાપ્ત થશે.

ખંભાત તાલુકાના જીણજ તથા આસપાસના ગામોમાં આરોગ્ય લક્ષી સેવાઓ બાબતે યોગ્યતમ સુવિધા ન હોવાને કારણે ગ્રામ્ય જનને ખંભાત તથા તારાપુરના ધરમ ધક્કા ખાવાની નોબત આવી હતી. આ અંગે જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાતા જીણજ ખાતે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મંજૂરીની મહોર લાગતા જીણજ તથા આસપાસના ગામોના લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે.

અન્ય સમાચારો પણ છે...