હાલાકી:ખંભાતના પૂર્વ વિસ્તારમાં વીજકાપ, વોલ્ટેજના વધઘટથી પ્રજા ત્રાહિમામ

ખંભાત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર રજૂઆતો કરવા છતાંય કોઈ કાર્યવાહી ન થઇ

ખંભાત શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ જ્યોતિ સોસાયટીના રહીશો કાળઝાળ ગરમીમાં રાત્રિના વીજકાપ તેમજ વોલ્ટેજ વધ-ઘટને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.વીજ કંપનીમાં વારંવાર રજુઆત કરવા છતાંય તંત્રના પેટનું પાણી હાલતું નથી કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરાતી રહી નથી.જેને કારણે રહીશોમાં ઉગ્ર રોષ ભભૂક્યો છે.

આ અંગે રહીશ પ્રકાશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ખંભાત શહેરના પૂર્વ વિસ્તારની જ્યોતિ સોસાયટીમાં છેલ્લાં દસ દિવસથી રાત્રિના વિજકાપ અને વોલ્ટેજ વધ-ઘટને લઈને રહીશો તોબા પોકારી ગયા છે.કાળઝાળ ગરમીમાં ૪૨ થી ૪૪ ડીગ્રી તાપમાન હોય છે.

તેવી કપરી પરિસ્થિતિમાં રાત્રે ગમે ત્યારે ત્રણથી ચાર કલાક વીજળી ડુલ થઈ જાય છે.તેમજ વોલ્ટેજ વધ-ઘટ થવાને કારણે પંખા, લાઈટો, એસી જેવા ઉપકરણો ચાલતા નથી. સત્વરે પૂર્વ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...