ખંભાતમાં ડ્રમનગરીમાં અકીક ચોરોએ તરખાટ મચાવ્યો હતો. જેમાં ગત રોજ બે અકીક ફેક્ટરીઓમાં અકીકની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ ગણતરીના કલાકોમાં ખંભાત પોલીસે અકીકની ચોરી કરનાર ત્રણ ઈસમોને 2.70 લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખંભાત પોલીસ જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ અને પ્રદીપસિંહને બાતમી મળી હતી. તેના આધારે જાણવા મળ્યું કે ખંભાત ડ્રમનગરી જેલ પાછળના રોડ પર ત્રણ ઈસમો CNG રિક્ષામાં પ્લાસ્ટિકની થેલીમાં અકીકને લગતો સામાન વેચવા જઈ રહ્યા હતા. પોલીસે સ્થળે જઈ રિક્ષાને કોર્ડન કરી ઉભી રાખી હતી. ત્રણ ઈસમોને પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપ્યો ન હતો. પરંતુ રિક્ષામાં તપાસ કરતાં અકીકનો 2.70 લાખનો અલગ અલગ મુદ્દામાલ મળી આવ્યો હતો.
ત્રણેય ઈસમોના નામ પરવેઝખાન ઉર્ફે પીવો પીરખાન પઠાણ (રહે.બાદરાબુરજ,ખંભાત), મયુદીન ઉર્ફે બલ્લી બાબુભાઇ ગરાસિયા (રહે.પાંચ હાટડી,ખંભાત), મોઇન ઉર્ફે મંડાઈ સિદ્દિક શેખ (જૂની મંડાઈ,ખંભાત)ને પોલીસે ઝડપી લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.